ભજીયાની રેંકડીએ ભીડ એકઠી કરનાર સહિત 188 સામે જાહેરનામાભંગના કેસ

  • April 17, 2021 03:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે ત્યારે નિયમોની કડક અને અસરકારક અમલવારી કરાવવી ખૂબ જ જરૂરી છે. જેથી શહેર પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુ સહિતના જાહેરનામાની કડક અમલવારી કરવાવમાં આવી રહી છે. ગુરુવારે શહેર પોલીસે જાહેરનામા ભંગના વધુ 188 કેસ  છે.

 

 

રાજકોટ શહેર પોલીસે પોલીસ કમિશનર આપેલા આદેશના પગલે જાહેરનામાની કડકાઇથી અમલવારી કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગુરુવારે શહેર પોલીસ દ્વારા રાત્રિ કર્ફ્યું સમયે અત્યંત જરૂરી કામ સિવાય આંટાફેરા કરવા નીકળેલા વધુ 131 શખસો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ પોલીસે ચેકિંગ દરમિયાન માસ્ક પહેયર્િ વગર ઘર બહાર નિકળનારા 17 શખસો સામે ગુનો નોંધી તેઓની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.

 


આ ઉપરાંત દુકાન ઉપર ગ્રાહકોની ભીડ એકત્ર ન થાય તે માટે વેપારી અને ધંધાર્થીઓને વારંવાર તાકીદ કરવામાં આવી છે ત્યારે શહેરના ફૂલછાબ ચોક પાસે ભજીયાની રેકડીએ ગ્રાહકોની ભીડ એકત્ર થતાં પોલીસે રેકડી સંચાલક સામે ગુનો નોંધ્યો છે આ ઉપરાંત દુકાનો પર સોશિયલ ડિસ્ટનસના કુલ 15 ગુના નોંધાયા છે. તેમજ રીક્ષા સહિતના વાહનોમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તે રીતે નિયમ વિરુદ્ધ વધુ સવારીમાં મુસાફરી કરનારા સામે પણ પોલીસે કાર્યવાહી કરી આ પ્રકારના 11 કેસ  છે.

 


શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાને લઇ મહાનગરપાલિકા દ્વારા ક્ધટેન્મેન્ટ ઝોન અને માઇક્રો ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમછતાં ક્ધટેન્મેન્ટ ઝોનમાંથી બહાર નીકળી નિયમ તોડનાર તથા હોમકોરન્ટાઇન હોવા છતાં ઘર બહાર નીકળનારો સામે પોલીસે કાર્યવાહી કરી વધુ 13 સામે કાનૂની કાર્યવાહી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS