પશ્ચિમ બંગાળમાં આવતી કાલથી 30 મે સુધી કડક લોકડાઉન

  • May 15, 2021 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળમાં રવિવાર એટલે કે 16 મી મેથી 15 દિવસનું લોકડાઉન થવાનું છે. તા.16 થી 30 મે દરમિયાન થનાર લોકડાઉનની જાહેરાત રાજ્યના મુખ્ય સચિવે શનિવારે કરી હતી. ખાસ વાત એ છે કે રાજ્યમાં પહેલાથી જ પ્રતિબંધનો લાગુ કરાયા છે. તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણી પછી બંગાળમાં કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં ત્યારબાદથી કડક પ્રતિબંધની અટકળો શરૂ થઈ હતી.

 

 

સરકાર દ્વારા લાદવામાં આવેલું લોકડાઉન 30 મે સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન રાજ્યની શાળા કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ઈમરજન્સી સેવાઓ યથાવત રહેશે આ ઉપરાંત તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15 દિવસ સુધી સરકારે તમામ રાજકીય, વહીવટી, ધાર્મિક અને તમામ પ્રકારના સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. 

 

 

બંગાળમાં લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાન અને બજારોને સવારે 7 થી સવારે 10 વાગ્યા સુધી ખોલવાની છૂટ આપી છે. સરકારે પરિવહન સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. મળતી માહિતી મુજબ તમામ ઇન્ટર સ્ટેટ બસો, લોકલ મેટ્રો અને ફેરી સર્વિસ બંધ રહેશે. લોકડાઉન દરમિયાન તમામ ઉદ્યોગો અને કારખાનાઓ બંધ રહેશે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS