બગસરામાં પાલિકા દ્વારા કડક વેરા વસૂલાત ઝુંબેશ: ચાર મિલકત સીલ કરાઇ

  • March 10, 2021 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરામાં વર્ષોથી બાકી વેરો ન ભરનાર સામે નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં ચાર બાકીદારોની મિલકત સીલ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. એક દિવસમાં પાલિકાએ રૂપિયા ૧.૯૫ લાખની વસુલાત હાથ ધરી હતી.

નગરપાલિકા વેરો ભરી જવા માટે વારંવાર સૂચનાઓ આપતા મિલકતધારકોએ નગરપાલિકાએ આપેલી નોટીસને ઘોળીને પી ગયા હતાં. જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર નસીત દ્વારા મિલકતધારકોનો વેરો વર્ષોથી બાકી હોય તેની યાદી કરી બાકીદારોની મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં વેરો ન ભરનાર ચાર મિલકતને પાલિકાએ સીલ મારી દીધી હતી. પાલિકાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરતાં રૂ.૧.૯૫ લાખની વસુલાત થઇ હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર નસીત તથા ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. આ ચાર મિલકતનો વેરો સાત દિવસની મુદતમાં ન ભરનારની મિલકતની હરાજી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS