અમદાવાદમાં શ્વાસ માટે સંઘર્ષ: 80% દર્દીને ઓક્સિજન પર રાખવા પડે છે!

  • April 17, 2021 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય દર્દીને એક મિનિટમાં 1થી 4 જ્યારે આઈસીયુના પેશન્ટને એક મિનિટમાં 10 લિટર ઓક્સિજન આપવો પડે છે: આરટી-ઙ્કીસીઆર રિપોર્ટ નેગેટિવ, પરંતુ પેશન્ટ હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી કોરોના ફેફસામાં પ્રસરી ચૂક્યો હોય છે

 અમદાવાદમાં અત્યારે હાલત એવી છે કે, હોસ્પિટલમાં લવાતા કોરોનાના 80 ટકા જેટલા દર્દીઓને ઓક્સિજન પર રાખવા પડે છે. દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થતાં ઓક્સિજનની ડિમાન્ડમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જોકે, સામે સપ્લાય ઓછો હોવાથી ઘણી હોસ્પિટલો ઓક્સિજનની તંગીનો સામનો કરી રહી છે. 80 ટકા દર્દીઓને ઓક્સિજન પર રાખવા પડે છે.

 


વાયરસની બદલાયેલી પેટર્ન વચ્ચે હોસ્પિટલમાં લવાતા દર્દીઓમાં વાયરલ લોડ પણ ખૂબ જ વધી ગયેલો હોય છે. જેના કારણે તેમના ફેફસાં પર તેની ગંભીર અસર પડે છે. જેના કારણે મોટાભાગના દર્દીઓને ઉપરથી ઓક્સિજન આપવો પડે છે. સરેરાશ એક દર્દીને એક મિનિટમાં 1થી 4 લિટર ઓક્સિજન આપવો પડે છે, જો દર્દી આઈસીયૂમાં હોય તો એક મિનિટમાં 10 લિટર ઓક્સિજન ચઢાવવો પડે છે.

 


છેલ્લા 15 દિવસમાં ઓક્સિજન ચઢાવવો પડે તેવા દર્દીઓની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. સિવિલમાં 55 ટનની લિક્વિડ ઓક્સિજન ટેંક છે, જે પહેલા તો દર 2-3 દિવસે ખાલી થતી હતી, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે તેને એક જ દિવસમાં 2-3 વાર રિફિલ કરવી પડે છે.

 


એક્સપટ્ર્સનું માનીએ તો શરુઆતના સ્ટેજમાં મોટાભાગના દર્દીઓ ઘરે જ સારવાર લેતા હોય છે. તેઓ હોસ્પિટલ સુધી પહોંચે ત્યાં સુધી સ્થિતિ વણસી ચૂકી હોય છે. જેથી હોસ્પિટલમાં આવતા જ તેમને ઓક્સિજન પર મૂકવા પડે છે. હાલ 10 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલમાં પણ એક દિવસનો 60 હજાર લિટર ઓક્સિજન ઉપયોગમાં લેવાય છે. દિવાળી પછી જ્યારે કોરોનાના કેસ વધ્યા, તે વખતે ઓક્સિજનની ડિમાન્ડ 250 મેટ્રિક ટન હતી, જે હાલ વધીને 730 મેટ્રિક ટન થઈ ગઈ છે.

 


કોરોનાનો ચેપ ફેફસાંમાં ફેલાય તે સાથે જ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. રોગચાળાના શરુઆતના તબક્કામાં વેન્ટિલેટર પર મૂકવા પડતા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ હતી. જોકે, ડોક્ટર્સને જલ્દીથી સમજાઈ ગયું હતું કે તેનાથી પણ દર્દીના બચવાના ચાન્સ ખૂબ ઓછા થઈ જાય છે. જેથી તેમણે દર્દીઓને હાઈ-ફ્લો પોઝિટિવ પ્રેશર ઓક્સિજન સપ્લાય આપવાનું શરુ કર્યું. ઈન્ફેક્શન કેટલું ગંભીર બની ચૂક્યું છે તેના આધારે દર્દીને નાક દ્વારા,  કે પછી વેન્ટિલેટર દ્વારા ઓક્સિજન આપવામાં આવે છે. દર્દીઓને ઊંધા સૂવાડવામાં આવે છે, જેના કારણે પણ તેમને શ્વાસ લેવામાં સરળતા રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS