ભગવતીપરાના મહાત્મા ગાંધી પ્લોટમાં યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

  • July 01, 2021 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંગળવારે ઘરેથી નીકળી ગયા બાદ પગલું ભરી લીધું, કારણ અકબંધ
બામણબોર જીઆઇડીસીમાં શ્રમિક યુવાને આર્થિક ભીંસથી કંટાળી ફાંસો ખાધો

 


શહેરના ભગવતીપરા પુલ નીચે મહાત્મા ગાંધી પ્લોટમાં ૧૯ વર્ષીય યુવતીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતી મંગળવારે ઘરેથી નીકળી ગયા બાદ તેની ગઈકાલ રાત્રીના લાશ મળી હતી.યુવતીએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

 


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, છેલ્લા ત્રણેક માસથી ૧૫૦ ફટ રિંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા મૂળ ભગવતીપરાના મહાત્મા ગાંધી પ્લોટના પરિવારની ૧૯ વર્ષીય યુવતી પ્રજ્ઞા પ્રવીણભાઈ મકવાણાએ પોતાના જૂના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં યુવતીના પરિવારજનો અહી દોડી આવ્યા હતા તેમજ પોલીસ મથકનો સ્ટાફ પણ અને પહોંચી જઈ જરી કાર્યવાહી કરી હતી.

 


આપઘાત કરી લેનાર યુવતી ત્રણ બહેન એક ભાઈના પરિવારમાં ત્રીજા નંબરની હતી તેના પિતા પ્રવિણભાઈ મજૂરી કામ કરે છે તથા માતાનું નામ જયાબેન હોવાનું માલુમ પડું છે. યુવતી કોઇ અગમ્ય કારણોસર મંગળવારે ઘરેથી નીકળી ગઈ હતી ત્યાર બાદ પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન તેણે પોતાના જૂના ઘરે આપઘાત કરી લીધાની જાણ થઈ હતી જેથી પરિવાર આઘાતમાં સરી પડયો હતો. યુવતીએ કયા કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય આપઘાતનું કારણ જણાવા પોલીસે તપાસ શ કરી છે.

 


આપઘાતના અન્ય બનાવમાં મૂળ મધ્ય પ્રદેશના વતની અને ત્રણ દિવસ પૂર્વે જ બામણબોર જીઆઇડીસીમાં કારખાનામાં કામ માટે આવેલા મોનુકુમાર વિશાલકુમાર શાહત્પ (ઉ.વ ૩૦) નામના યુવાને કારખાનાની ઓરડીમાં ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસનો સ્ટાફે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરી લેનાર યુવાન ત્રણ ભાઈના પરિવારમાં મોટો હતો. આર્થિક ભીંસથી કંટાળી તેણે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસના અંતે જાણવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS