નાના કાદીયામાં મહિલાએ સરાજાહેર લાફો ઝીંકી દેતા યુવાનનો આપઘાત

  • March 15, 2021 09:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્રામજનો દ્રારા જવાબદારો સામે પોલીસમાં ફરિયાદ નોંધવા રજૂઆત કરી

 


નખત્રાણા તાલુકાના નાના કાદીયા ગામે સરાજાહેર એક મહિલા દ્રારા યુવાનને લાફો ઝીંકી દેતા યુવાનને લાગી આવ્યું હતું અને આપઘાત કરી લેતા ગ્રામજનો દ્રારા પણ જવાબદારો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે

 


આ બનાવ અંગે મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના નાના કાદીયા ગામે રમેશ ગાંગજીભાઈ પારધી (ઉમર વર્ષ ૪૦)નો પોતાની રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો વધુમાં મળતી વિગતો મુજબ નાના કાદીયા ગામે ભોગ બનનાર યુવાનને મહિલાએ જાહેરમાં લાફો માર્યેા હતો જેના કારણે તેને લાગી આવતા આ પગલું ભર્યુ હોવાનું માનવામાં આવી રહૃાું છે ગ્રામજનો દ્રારા પણ સાંજે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી સાથે આક્ષેપો કર્યા હતા અને જવાબદાર સામે ફરિયાદ નોંધાય નહી ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેમ જણાવ્યું હતું પોલીસ દ્રારા આ મામલે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application