કેશોદમાં ભાટસીમરોલી ગામે વ્યાજ ખોરોએ જમીન પડાવી લેતાં યુવાનનો આપઘાત

  • March 10, 2021 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદના ભાટસીમરોલી ગામે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી ના ત્રાસથી   પતિએ દવા પી લીધા ની બે વ્યાજખોર  શખ્સો સામે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે કેશોદ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યશપાલ ભાઈ મેંરંગ ભાઈ યાદવ એ અશોક સરમણ ભાઈ જાડેજા પાસે ૧૮ ટકા વ્યાજે ૧૬ લાખ રૂપિયા લીધા હતા જે પૈકી ૧૨. ૫૦ લાખની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ વધુ ૯૦ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી આરોપીએ મોટાભાઇની જમીન ધાક-ધમકી પૂર્વક દસ્તાવેજ કરી લઈ પઠાણી ઉઘરાણી કરી તેમજ અન્ય એક કિરીટભાઈ રામ પાસેથી ૧૦ ટકા લેખે ૧૭ લાખની વ્યાજની રકમ લીધેલ જે પૈકી ૧૧. ૫૦ લાખની રકમ ચૂકવી દીધા છતાં પણ ૩૫ લાખની પઠાણી ઉઘરાણી કરી સાડા ૮ વીઘા જમીનનું સાટાખત કરાવી પઠાણી ઉઘરાણી કરી અને પરિવારના સભ્યો પત્ની જયશ્રીબેન યાદવ ને ધાક ધમકી  આપતા દવા પી ગયાના બનાવને પગલે પત્નીએ બે વ્યાજખોરો સામે નોંધાવેલી પોલીસ ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS