ઉનાળાની ગરમીનો પારો 44 ડીગ્રી સુધી જવાની સંભાવના

  • March 17, 2021 01:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી સપ્તાહમાં માવઠાની સંભાવના પછી ધીમે ધીમે ગરમીનો પારો વધતો જવાની હવામાન વિભાગની આગાહી



ગુજરાતમાં હવામાન બદલાઇ રહ્યું છે. આગામી સપ્તાહમાં કેટલીક જગ્યાએ માવઠાની શક્યતા પછી ધીમે ધીમે ગરમીનો પારો વધતો વધતો જશે. આ વર્ષે રાજ્યમાં માર્ચના અંત થી એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો 44 થી 45 ડીગ્રી સુધી થવાની સંભાવના છે. માર્ચના મધ્યમાં અત્યારે લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યાં છે.

 


હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઉત્તરપૂર્વનો પવન ફૂંકાઇ રહ્યો હોવાથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અત્યારે 35 થી 37 ડીગ્રીનું તાપમાન છે તે માર્ચના અંત સુધીમાં વધીને 40 થી 42 થવાની સંભાવના છે. 19 થી 23 માર્ચ દરમ્યાન કેટલીક જગ્યાએ હવામાનમાં ફેરફારો સાથે માવઠું થવાની શક્યતા પણ રહેલી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.

 


દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેલી છે. દિલ્હીના આસપાસ વિસ્તાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની પડી શકે છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 19થી 23 માર્ચના દેશના ઉત્તર ભારતના ભાગોથી, રાજસ્થાન અને કચ્છના ભાગોમાં અસર થશે. કચ્છ અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધૂળ અને વંટોળ સાથે ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે.

 


હવામાન વિભાગના સૂત્રો કહે છે કે 26મી માર્ચ પછી હવામાનમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં વધારો અને ઘટાડો થશે પરંતુ એપ્રિલ અને મે મહિનામાં ગરમી વધવાની શક્યતા છે. એક ખાનગી હવામાન સંસ્થાએ આગાહી કરી છે કે માર્ચના અંત પછી ગરમીનું પ્રમાણ 40 થી 44 અને કેટલીક જગ્યાએ 45 ડીગ્રી સુધી પહોંચી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS