સુરતમાં લૂંટના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

  • October 28, 2020 11:34 AM 

સુરતમાં લૂંટના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

સુરતમાં લૂંટ,ચેન સ્નેચિંગમાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી,  સ્નેચિગના 9 ગુન્હાના ભેદ ઉકેલાઈ ગયો

સુરતમાં રાજસ્થાનથી ડુંગરપુર થઈ બાઈક પર સુરત આવી ચેનસનેચિંગ કરતાં આરોપી પોલીસને હાથ ઝડપાયો હતો. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાન નો વતની પંકજ શંકરલાલ પરમાર ડુંગરપુર થઈ સુરત ના વિવિધ વિસ્તારોમાં ચેન સનેચિંગ કરી ફરાર થઈ જતો હતો. જે અંગે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઈમની સૂચનાથી અધિક પોલીસ કમિશનર અને ડીસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ડીસીબી, પીએસઆઈ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળતા પોલીસ ટીમે વોચ ગોઠવી આરોપીને પકડી પૂછતાછ કરતા સ્નેચિગના 9 ગુન્હાના ભેદ ઉકેલાઈ ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application