સૂરતમાં સોના બિસ્કિટ રસ્તા પર પડ્યાની વાત થઈ વહેલી અને વીણવા નીકળી પડ્યા લોકો

  • October 28, 2020 02:10 AM 3804 views

 ગુજરાતના સુરત શહેરના એક ગામમાં સોનાના બિસ્કીટનો વરસાદ થયો હતો અને લોકો ઘરની બહાર નીકળી તેને વીણવા માટે નીકળી પડ્યા હતા. આ ઘટના બની હતી સુરત એરપોર્ટ નજીક ડુમ્મસ ગામમાં. અહીં લોકોને રસ્તા પરથી કેટલીક વસ્તુઓ મળી હતી જે સોના જેવી દેખાતી હતી. જેના કારણે લોકો તેને વીણવા માટે એકઠા થવા લાગ્યા હતા.  
 
આ ધાતુ સોના જેવી લાગે છે તે રસ્તા પર અને નજીકમાં ઝાડમાં ક્યાંથી આવી તે જાણી શકાયું નથી. પરંતુ સોના જેવી વસ્તુ મળી રહી છે તે વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ અને લોકો તેને વીણવા એકઠા થવા લાગ્યા. સ્થાનિકો જ નહીં પરંતુ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ વાહન રોકી આ વસ્તુ શોધતા જોવા મળ્યા. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર કેટલાક લોકો રાત્રે અહીંથી પસાર થયા ત્યારે તેમને આ ચમકતી વસ્તુ જોવા મળી હતી.  આ રીતે ગામના બાકીના લોકોને જાણ થઈ કે અહીં સોના જેવી ચમકતી વસ્તુ  મળી રહી છે ત્યારે લોકો તેને શોધવા નીકળી પડ્યા. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application