સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અગ્રણીનો ગાંધીનગરની હોટલમાં આપઘાત

  • July 07, 2021 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગરના ચિલોડા છાલા પાસેની એક હોટલમાં ગઈકાલે ૫૫ વર્ષીય ઝીણાભાઈ ડેડવારિયાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી લેતાં આજે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક ભાજપા તરફી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હોવાની પ્રામિક વિગતો પ્રકાશમાં આવી છે. જોકે હાલમાં સિવિલ હોસ્પિટલ પહોંચેલી ચિલોડા પોલીસ દ્વારા તપાસનો દોર હા ધરવામાં આવ્યો છે.


પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર ચોટીલાના ઝીણાભાઈ નાઝાભાઈ ડેડવારિયા ગઈકાલે ગાંધીનગર આવ્યા હતા અને ચિલોડા પોલીસ મકની હદમાં આવેલા છાલા પાસેની પલક હોટલમાં રોકાયા હતા. સાંજ પડી ગઈ હોવાી તેમણે જમવાનો ઓર્ડર આપ્યો હતો.કોડીવાર પછી હોટલનો કર્મચારી તેમને જમવાનું આપવા ગયો હતો. એ વખતે ઝીણાભાઈના મોઢામાંી ફીણ નીકળી રહ્યું હતું અને તેઓ બેભાન અવસમાં જોવા મળ્યા હતા. એને પગલે તેણે બૂમાબૂમ કરીને હોટલના અન્ય કર્મચારીઓને બોલાવી લીધા હતા. બાદમાં તેમને સારવાર ર્એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.


હોસ્પિટલના ફરજ પરના તબીબે ઝીણાભાઈને પ્રામિક સારવાર આપી વધુ સારવાર ર્એ સિવિલના આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા, જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે ચિલોડા પોલીસ મકના જમાદાર મનીષભાઇ સિવિલ દોડી ગયા હતા અને મૃતકનાં પરિવારજનોને પણ સિવિલ બોલાવી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ઝીણાભાઈ ભાજપા તરફી ધારાસભ્યની ચૂંટણી લડયા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. ગઈકાલે પોતાના વિસ્તારની રજૂઆત માટે તેઓ ગાંધીનગર આવ્યા હતા અને આજે સવારે સારવાર દરમિયાન અટેક આવતાં તેમનું મોત યું હોવાની પ્રામિક વિગતો સાંપડી રહી છે. હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. મૃતકના સગાની પૂછપરછ કર્યા બાદ તેમજ પીએમ રિપોર્ટ આવ્યા પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS