એક  ફિલ્મમાં કામ ન કરી શકવા બદલ સુશાંતને વસવસો રહી ગયો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


બોલિવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ પોતાના જીવનમાં ઘણું બધું કરવાની મહેચ્છા ધરાવતા હતા તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ પણ શેર કરી હતી. જેમાં તેમણે પોતાના સપના વિશે વાત કરી હતી, પટનાથી મુંબઇ સુધીની સફર નિર્ધારિત કરી અને બોલિવૂડ સ્ટાર બનનાર સુશાંતને એક ફિલ્મમાં કામ ન કરી શકવા બદલ હંમેશા અફસોસ રહ્યો હતો.

 

તેઓ  શેખર કપૂરની સાથે ફિલ્મ પાનીમાં કામ કરવાના હતા, આ ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એનાઉન્સ કરવામાં આવી હતી પરંતુ યશરાજ બેનરે પોતાનો ટેકો પાછો ખેંચી લેવાના કારણે કારણે ફિલ્મ નિર્માણ અટકી પડ્યું હતું. 

 

એક રિપોર્ટ પ્રમાણે શિખરે આ ફિલ્મે  હૃતિક રોશન સાથે બનાવવા માગતા હતા, પરંતુ આશુતોષ ગોવારીકરની  મોહેંજોદળો સાથે કામ કરવાના કારણે હૃતિક  આ પ્રોજેક્ટનો ભાગ બની શક્યા ન હતા.

 

આ સિવાય શેખર આ ફિલ્મને અન્ય કોઈ હોલિવૂડ સ્ટાર સાથે બનાવવા માટે વિચારણા કરી રહ્યા હતા, આખરે તેમણે આ પસંદગી સુશાંત સિંહ પર ઉતારી હતી.

 

આ ફિલ્મ યશરાજ બેનર હેઠળ પ્રોડ્યુસ કરવાની હતી, આ ફિલ્મ માટે સુશાંતે કેટલાક મહિનાઓ તૈયારી પણ કરી હતી. શેખર કપૂરે પણ જણાવ્યું હતું કે સુશાંતે આ પ્રોજેક્ટ માટે સુશાંતે ખૂબ જ મહેનત કરી છે, જ્યારે યશરાજ બેનર્સે આ ફિલ્મ બનાવવા માટે મનાઈ કરી દીધી હતી. આ માટે બંને એક્ટર તેમજ ડાયરેક્ટર ઘણા નિરાશ થયા હતા.

 


સુશાંતે જણાવ્યું હતું કે તેને આ બાબતથી ખૂબ જ નિરાશા હતી,  પરંતુ તેમણે પોતાના અનુભવમાંથી ઘણું શીખ્યું હતું. સુશાંતે પણ એ બાબત જણાવી હતી કે તેમણે શેખર કપૂર સાથે જુહુના ઇસ્કોન ટેમ્પલની બહાર એક મોચી સાથે કેટલોક સમય વિતાવ્યો હતો. તેથી તેને ઘણી બધી પરિસ્થિતિને લઇને વાસ્તવમાં નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થયો હતો. સુશાંતનું માનવું હતું કે કોઈ પણ ભોગે આ ફિલ્મ બનવી જ જોઈએ, કારણ કે આપણે પાણીની સમસ્યાનો સામનો કરવાના હતા..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS