સુશાંતની બહેને શેર કરી પ્રાર્થના સભાની તસ્વીર, આપી આખરી વિદાય

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સુશાંત સિંહ રાજપૂતે દુનિયાને અલવિદા કહ્યું તેને 15 દિવસ થઇ ચૂક્યા છે, તેના ચાહકો અને પરિવારજનો હજી સુધી સુશાંતના દુનિયાને છોડી જવાની ઘટનાને લઇને શોક અનુભવી રહ્યા છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ ફેસબુક પર ભાઈની પ્રાર્થના સભાની એક તસવીર શેર કરી છે.

 

શ્વેતાએ પોસ્ટમાં લખ્યું છે કે એક છેલ્લી પ્રેમ પૂર્ણ અને સકારાત્મકતા ભરેલી વિદાય મારા નાના ભાઈને... આશા રાખું છું કે તું જ્યાં પણ હોઈશ ખુશ રહેજે, અમે તને હંમેશા પ્રેમ કરતા રહીશું.

 

તસવીરમાં સુશાંતની પ્રાર્થના સભામાં તેના પિતા બહેન સહિતના પરિવારના અન્ય સભ્યો પણ ધ્યાન ધરી અને બેઠેલા દેખાય છે. સુશાંત ને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા અભિનેતા અને રાજનેતાઓ પણ તેમના પટના સ્થિત ઘરે પહોંચ્યા હતા.

 

સુશાંતની બહેને સોશિયલ મીડિયા પર ભાઈની યાદમાં પોસ્ટ મૂકતી રહે છે, અને પોતાના એકના એક ભાઈના જવાથી તે ખૂબ જ દુઃખી છે, ગત દિવસોમાં તેણે ભાઈને શ્રદ્ધાંજલિ પાઠવતા એક લાગણીસભર પોસ્ટ લખી હતી. મારો વ્હાલા ભાઈ હવે મારી સાથે શારીરિક રૂપે તું નથી અને તે યોગ્ય નથી.

 

પરંતુ મને ખબર છે કે તું બહુ દુઃખી હતો અને  એક લડાયક સૈનિક હતો અને બહાદુરીથી લડી રહ્યો હતો, જો મારાથી કઈ ન થઈ શક્યું બદલ મને ખૂબ દુઃખ  છે કે જેમાંથી તારે દુઃખમાંથી પસાર થવું પડ્યું હતું, હું કંઈ કરી શકતી હોત તો તારો બધું જ દર્દ હું લઈ લેત, અને મારી બધીજ ખુશીઓ તને આપી દેત.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS