કોરોના વાયરસના દર્દી સાજા થયાના 5 કે 6 મહિના બાદ પણ શરીરમાં લક્ષણો યથાવત, જાણો શું છે લોંગ કોવિડ

  • May 31, 2021 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારી નવા નવા સંકટ પેદા કરી રહી છે અને હવે દેશમાં કોરોનાવાયરસ ના દર્દીઓ સાજા થઇ ગયા બાદ પણ તેના ચક્કરમાં થી બહાર આવી શક્યા નથી અને હવે લોઞ કોવિડના કેસ બહાર આવી ગયા છે અને તેનાથી નવી ચિંતા પેદા થઈ છે.

 


નિષ્ણાંતોએ એવી માહિતી આપી છે કે દેશમાં હવે એવા કેસ બહાર આવી રહ્યા છે જેમાં દર્દીઓ સાજા થઈ ગયા બાદ પણ પાંચ કે છ મહિના સુધી એમના શરીરમાં લક્ષણો યથાવત રહ્યા છે અને સંપૂર્ણ રીતે એમનું શરીર કોરોના મુક્ત થયું નથી.

 


જોકે ફક્ત ભારતમાં જ આવા કેસ મળી રહ્યા છે એવું નથી બલ્કે વિદેશમાં પણ આ પ્રકારના કેસ બહાર આવી રહ્યા છે તેવા અહેવાલો મળ્યા છે. ડોક્ટરોએ એવી માહિતી આપી છે કે વિદેશમાં આ આ અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે અને એવું કારણ નીકળ્યું છે કે ૧૧.૮ ટકા જેટલા કેસ બહાર આવ્યા છે.

 

 

વિદેશમાં ૨૦ ટકા જેટલા આવા કેસ બહાર આવતા દર્દીઓને દવાખાનામાં દાખલ કરવાની ફરજ પડી છે અને એકવાર સાજા થઈ ગયા બાદ પણ તેમના શરીરમાં છ મહિના સુધી લક્ષણો રહ્યાના અભ્યાસ બાદ ચિંતામાં વધારો થયો છે.

 


દરમિયાનમાં ડોક્ટરોએ એવી માહિતી પણ આપી છે કે દિલ્હીમાં પણ હોસ્પિટલમાં આ પ્રકારના દેશ બહાર આવ્યા છે અને દર્દીઓની સારવાર નિરંતર ચાલુ રાખવાની ફરજ પડી છે. આ પ્રકારના કેસ હજુ પણ આગામી દિવસોમાં વધુ પ્રમાણમાં બહાર આવવાની શક્યતા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS