ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 સીરીઝ રદ્દ, IPL છે કારણ

  • May 26, 2021 09:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સપ્ટેમ્બરમાં રમાનાર ટી20 સીરીઝ રદ્દ કરવામાં આવી છે. આ નિર્ણયનું કારણ આઈપીએલ 2021 હોવાની ચર્ચા છે. આ ટી20 સીરીઝને ટી20 વર્લ્ડ કપથી પહેલા ટીમ ઈંડિયાની તૈયારી માટે નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે આઈપીએલ 2021ના બાકી બચેલા મેચ સપ્ટેમ્બરમાં યોજાવાની વાત વચ્ચે આ સીરીઝ રદ્દ કરવામાં આવી છે. 

 

 

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યાનુસાર ભારત-સાઉથ આફ્રિકાની સીરીઝ આમ પણ થવાની ન હતી અને ટી 20 વર્લ્ડ કપની તૈયારી માટે આઈપીએલથી શ્રેષ્ઠ કંઈ ન હોય શકે. આઈપીએલનું આયોજન યૂએઈમાં થશે અને તેની શરુઆત 19 કે 20 સપ્ટેમ્બરે થઈ શકે છે. જ્યારે ફાઈનલ મેચ 10 ઓક્ટોબરે રમાઈ શકે છે. ત્યારબાદ ટી20 વર્લ્ડ કપની શરુઆત થશે. તેવામાં સાઉથ આફ્રિકા સીરીઝનું આયોજન થવું અશક્ય છે. જો કે આ મુદ્દે બીસીસીઆઈએ કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.  

 

 

ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડ કપ પછી ભારતની ઘરેલૂ સીઝન ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ થનાર છે. તેવામાં નવેમ્બરમાં યોજાનાર આ સીરીઝનો કાર્યક્રમ પણ બદલી શકે છે. આ સીરીઝ અંગે નિર્ણય ટી20 વર્લ્ડ કપ પૂર્ણ થશે તેના પર નિર્ભર રહેશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS