વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના આ પગલા લેશો તો નુકસાન થશે ઓછું

  • May 16, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ગુજરાતમાં આવનાર  સંભવિત ‘તૌકતે" વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી શકાય છે તેમજ જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાય છે. વાવાઝોડાની સ્થિતિમા સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે. 

 

વાવાઝોડા પહેલાની તૈયારી 


o રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
o સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો. 
o આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો. 
o સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો. 
o ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો. 
o માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી. 
o અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
o આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.
o સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. 
o અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો. 

 

 વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા 


o જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી. 
o રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
o વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
o વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
o વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી. 
o દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં. 
o વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી. 
o માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી. 
o અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો. 
o ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો. 

 

 

વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી


o બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી. 
o અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા. 
o જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી. 
o ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું. 
o અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS