પોલીસને રસી માટે ૨૫–૨૫ને પકડી લાવવાનો ટાર્ગેટ

  • June 08, 2021 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે જાણે આ બાકી રહ્યું હતું! પોલીસ કાયદો વ્યવસ્થા જાળવે કે આવું કામ કરે?
કોરોના વેકિસનેશન મદં ગતિએ ચાલે છે અને તંત્રનો ગજ નહીં વાગતા  હવે હાથવગું હથિયાર માનીને પોલીસને નવી કામગીરી સોંપાઈ: પછાત કે ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રથમ સમજાવટ અને ન માને તો પોલીસની ભાષામાં સમજાવી આરોગ્ય કેન્દ્રો પર લઈ જવાય છે: આધાર કાર્ડ સાથે લોકોને લઈ આવી મોબાઈલ સાથે રજિસ્ટ્રેશન કરાવવા માટે પોલીસમેનને અપાયા ટાર્ગેટ

 


કોરોનાને બ્રેક લગાવવા માટે વેકિસનેશનના ચાલી રહેલા અભિયાનમાં મદં ગતિ આવતા તત્રં ચિતિંત બન્યું છે. વેકિસનશન માટે દોડધામ કરી રહેલા આરોગ્ય તત્રં અને અન્ય સલ વિભાગોના પ્રયાસો છતાં ઘણાખરા વિસ્તારોમાં હજી લોકો વેકિસનેશન માટે તૈયાર થતા ન હોય કે સ્પષ્ટ્ર નનૈયો ભણી દેતા હોવાથી હવે હાથવગુ હથિયાર પોલીસને મેદાનમાં ઉતારાઈ છે. રાજકોટ શહેર પોલીસમાં પોલીસ મથકો દીઠ વેકિસનેશન માટે લોકોને ખેંચીને લઈ આવવા માટેના ટાર્ગેટ અપાયા છે અને પાઘડીનો વળ છેડેની માફક એક–એક પોલીસમેનને વેકિસન ન લીધી હોય તેવા ૨૫–૨૫ માથાઓ શોધી લાવવાના મૌખિક આદેશ છુટતા હવે પોલીસ આવા માથાઓ શોધવા ઉંધેમાથે થઈને ધંધે લાગી છે.

 


પોલીસના આંતરિક સૂત્રોમાંથી જાણવા મળેલી માહિતી મુજબ રસીકરણ અભિયાન અત્યાર સુધી પાલિકા, મહાપાલિકા, જિલ્લા પંચાયત, આરોગ્ય તત્રં દ્રારા કરાયું હતું. રસીકરણ માટે સામેથી રજિસ્ટ્રેશન થતુ અને એક તબક્કે વ્હેલાસર રસી મળે એ માટે ભલામણ પણ કરીને આરોગ્ય કેન્દ્રમાં લોકો વેકિસનેશન માટે પહોંચી જતાં હતા. કોરોના પીક પર હતો ત્યારે વેકિસનેશન પણ બમણાથી વધુ જોરે અને સામેથી લોકો રસી મુકાવતા અને રાજકોટમાં જ પાંચ લાખથી વધુનું વેકિસનેશન થયું. કોરોના હળવો પડતાની સાથે જ કોરોના સામે રક્ષક ગણાતા રસીકરરની પ્રક્રિયા પણ ઢીલી પડવા લાગી. લોકોમાં પણ હવે જાણે કોરોનાનો ડર ઉડી ગયો કે હાવ નીકળી ગયો હોય તેમ વેકિસન લેવા માટે તૈયાર થતા નથી. આરોગ્ય તંત્ર, કયાંક તો ખુદ રાય સરકારના મંત્રીઓ પણ વેકિસનેશનને વેગ મળે તે માટે વિસ્તારોમાં ફર્યા પણ લોકો એકના બે થતા નથી. વેકિસન નથી લેવી જ કહી નામકર થઈ જતાં અને પોલીસનો સહારો લેવાયો છે.

 


કહ્યાગરા કથં જેવી રાજકોટ શહેર પોલીસ ઉપરથી સૂચના મળે એટલે કોઈપણ કામ પાર પાડવા માટે ખડેપગે જ રહેતી હોય છે. વેકિસનેશનનો આકં વધારવા માટે બધા કામમાં બ્રહ્માશક્ર જેવી મનાતી પોલીસને મેદાને ઉતારવામાં આવી છે.

 


રાજકોટ શહેર પોલીસ કમિશનરે એરિયામાં કુવાડવા રોડ, આજીડેમ, યુનિવર્સિટી, તાલુકા, ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારોમાં થોડા ગ્રામ્ય વિસ્તારો અને પછાત વિસ્તારો પણ આવતા હોવાથી આવા એરિયામાંથી કોઈપણ રીતે વ્યકિતઓને વેકિસનેશન માટે આરોગ્ય કેન્દ્રો સુધી લઈ આવવાના અને ત્યાં આવા વ્યકિતઓના આધારકાર્ડ, મોબાઈલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરાવીને વેકિસનેશન કરાવવામાં આવે છે.

 


કાયદો–વ્યવસ્થાની જાળવણીનો ભાર જેના ખભે છે તે પોલીસને હવે આ નવો શિરસ્તો વેકિસનેશનના ટાર્ગેટ અપાતા પોલીસ પણ અચંબિત થઈ ગઈ છે. પરંતુ પોલીસની સ્થિતિ તો ડિસિપ્લાન ફોર્સની વ્યાખ્યામાં હોવાથી ઉપરીઓનો જે આદેશ છુટે તે શીરોમાન્ય ગણીને ગમે કે ન ગમે ફરજમાં મેન્યુલમાં આવે કે ન આવે પણ કામ તો કરવું જ પડે, એસી ચેમ્બરમાં બેસી આદેશ છોડનારા ઉચ્ચ અધિકારીના હુકમને લઈને જે તે પોલીસ મતકના અમલદારોએ આ ભારણ પોતાના સ્ટાફ પર મુકયું છે. પોલીસમેન દીઠ ૨૫–૨૫ માથા શોધી લાવવાના ટાર્ગેટ આપી ઉપરી અધિકારીઓને કામ કર્યાનો રિપોર્ટ આપવા નીચલા સ્તરના સ્યાફને રસીકરણ કરાવવા માટેનો ભાર મુકયો છે.

 


રાજકોટ શહેર પોલીસના મહત્તમ પોલીસ મથકોનો સ્ટાફ પોલીસની વાન લઈને જે તે વિસ્તારો કે ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી નીકળી પડયા છે અને વેકિસનેશન માટે જે તે વિસ્તારના આગેવાનો કે સરપંચ, અગ્રણીઓને પકડીને કેમેય કરીને ૨૫ માથા ભેગા કરી દયોની કાકલુદી કરીને અથવા તો જો ન માને તો પોલીસની ભાષામાં દમ મારીને રસીકરણ વિનાના વ્યકિતઓને પોલીસના જ વાહનોમાં પોતાના એરિયામાં નિિત કરેલા આરોગ્ય કેન્દ્રો પર લઈ જવામાં આવે છે. રજિસ્ટ્રેશન કરાવી રસીકરણ કરાવાઈ રહ્યું છે. પોલીસના સ્ટાફ માટે આ કામગીરી વિષય બારની છે છતાં કરવી પડી રહી હોય એક તરફ ઉપરીઓના આવા આદેશનો આંતરિક કચવાટ પણ છે. પરંતુ સ્થિતિ એવી છે કે, જોયે તો જાયે કહા હવે આ બાકી રહ્યું હતું તો આ કામ પણ કરવું પડયું સાથે મન મનાવીને ૨૫–૨૫ માથાઓ શોધી રહી છે.

 

 

ટાર્ગેટ નથી અપાયા સુપરસ્પ્રેડર્સને સમજાવીને રસીકરણ કરાવી છીએ
રસીકરણ માટે પોલીસ મથક દીઠ પોલીસ કર્મીઓને ૨૫ વ્યકિતઓનો ટાર્ગેટ અપાયા અંગે ડીસીપી પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, અમારા તરફથી આવા કોઇ ટાર્ગેટ અપાયા નથી, પરંતુ હોકર્સ કે આવા વ્યકિતઓ, સુપરસ્પ્રેડર્સને વેકિસનેશન માટે સમજાવીને વેકિસન લેવડાવામાં આવે છે. પીઆઇ એ.જે.ચાવડાના કહેવા મુજબ પોલીસ સ્ટાફ વધુ લોકોના સંપર્કમાં આવતા વ્યકિતઓને રસી લેવામાં સમજાવીને આરોગ્ય કેન્દ્ર સુધી લઇ આવી રસી મુકાવવામાં આરોગ્ય વિભાગને મદદરૂપ બને છે.

 

 


અત્યાર સુધી ટ્રાફિક દંડ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ટાર્ગેટ બાદ હવે નવું ભારણ
રાજકોટ શહેર પોલીસના મુખિયાઓ ઉપરી આદેશ ચાહે તે પછી જે હોય તે અમલી બનાવવામાં મચી પડે છે. અધિકારીઓએ તો યસ કહી જશ લેવાનો હોય છે, ભાર વેંઢારવાનો પોલીસ સ્ટાફ પર હોય છે. અત્યાર સુધી ટ્રાફિક દડં વસુલી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ટાર્ગેટ અપાતા અને પોલીસ ટાર્ગેટ મુજબ કામ કરવા દોડધામ કરતી હતી. હવે પોલીસના કાર્ય બહારનો નવો ટાર્ગેટ વેકિસનેશન માટે ૨૫–૨૫ માથા શોધી લાવવાનું સોંપાતા પોલીસ હવે આ નવા કામમાં પડી છે. ટ્રાફિક, માસ્કના ટાર્ગેટ માફક વેકિસનેશન ટાર્ગેટમાં પણ પોલીસને કયાંક–કયાંક પરાણે લઈ આવવા માટે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS