પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા ઇંધણ પરના ટેક્સમાં ઘટાડો થઈ શકે

  • March 19, 2021 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો સાથે બેઠક ચાલી રહી છે: વિપક્ષ દ્વારા મુદ્દાનો ઉપયોગ થઈ રહ્યો છે



પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ કેન્દ્ર સરકાર મતદારોને રીઝવવા માંગે છે અને ચૂંટણી પહેલા જ પેટ્રોલ ડીઝલ પરથી ટેકસ ઘટાડવા ની દિશામાં કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે તેવા સંકેતો સરકારના અંતરંગ વર્તુળોએ આપ્યા છે.

 


કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દા પર તમામ રાજ્ય સરકારો સાથે બેઠકો ચાલી રહી છે અને સલાહ મંત્રણા ની કવાયત શરૂ થઈ ગઈ છે. ચૂંટણી થાય તે પહેલા જ લોકોને રાહત આપીને કેન્દ્ર સરકાર એક કાંકરે ઘણા બધા પક્ષી મારવા માંગે છે.

 


રાજ્ય સરકારોએ તો જો કે આ પહેલા પણ એવી ચોખવટ કરી હતી કે પેટ્રોલ અને ડીઝલ ને જીએસટીના દાયરામાં લાવવા સામે અમને કોઈ વાંધો નથી પરંતુ કેન્દ્ર સરકારે પોતાનું વલણ પહેલાં સ્પષ્ટ કરવું જોઈએ.

 


રાજ્ય સરકારનું વલણ જાહેર થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવા અંગેની મંત્રણા શરૂ થઈ હતી અને નાણા મંત્રાલય સહિતના અનેક મંત્રાલય સાથે મંત્રણા કરવામાં આવી હતી અને હવે વિધાનસભાની ચૂંટણી પાંચ રાજ્યોમાં યોજાય તે પહેલાં જ ઇંધણ પરનો ટેક્સ ઘટાડવાની સરકારની દાનત દેખાઈ રહી છે.
અત્યારે પાંચ રાજ્યોની ચૂંટણી માટેના પ્રચાર જંગમાં વિરોધ પક્ષ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના મુદ્દાને લોકો વચ્ચે વધુ પ્રમાણમાં ચગાવવામાં આવી રહ્યો છે પરિણામે કેન્દ્ર સરકાર એકાએક ચિંતિત થઈ ગઈ છે અને ચૂંટણી પહેલા જ ટેકસમાં ઘટાડો કરવા માટે હવે તે ઉતાવળી થઈ છે.

 


પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લીધે મોંઘવારીએ માઝા મૂકી છે અને લોકોમાં ભયંકર આક્રોશ છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા આ આગને વધુ ભડકાવવામાં આવી રહી છે માટે ચૂંટણીમાં ભાજપ્ને મોટાપાયે નુકસાન થાય તેવી સંભાવના હોવાનો રિપોર્ટ અંદરખાને મળી ગયો છે અને એટલા માટે કેન્દ્ર સરકાર તાબડતોબ ભાવ ઘટાડવા માટેની કવાયતમાં જોડાઈ ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS