50 ટકા કરદાતાઓએ ઓનલાઈન મિલકતવેરો ભર્યો

  • March 11, 2021 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચમાં ચાલુ નાણાંકિય વર્ષ 2020-21 દરમિયાન કોરોના ઈફેકટના કારણે ઐતિહાસિક ડિઝિટલ પેમેન્ટ થયું છે. હાલ સુધીમાં કુલ 2,60,362 કરદાતાઓએ મિલકતવેરો ભર્યો છે જેમાંથી 1,34,219એ ઓનલાઈન વેરો ભર્યો છે. ઓનલાઈન પેમેન્ટ કરવામાં તેમજ સૌથી વધુ વેરો ચુકતે કરવામાં પશ્ર્ચિમ રાજકોટના મિલકતધારકો મોખરે રહ્યા છે.

 

 

મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, પશ્ર્ચિમ ઝોન હેઠળનાં વોર્ડ નં.1, 8, 9, 10, 11 અને 12ના નાગરિકો મિલકતવેરો ભરવામાં મોકરે છે પશ્ર્ચિમ ઝોનમાં હાલ સુધીમાં કુલ 1,14,503 મિલકતધારકોએ ા.77 કરોડ 13 લાખ 21 હજાર 689નો વેરો ચુકતે કર્યો છે જેમાં મોટાભાગના કરદાતાઓએ ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં 96009 મિલકતધારકોએ ા.58 કરોડ 91 લાખ 96 હજાર 205નો વેરો ભરપાઈ કર્યો છે.

 


મિલકતવેરા વસુલાતમાં સૌથી છેલ્લા ક્રમે ઈસ્ટ ઝોન હેઠળનો ઉપલાકાંઠા વિસ્તાર આવે છે ત્યાં આગળ 49,857 કરદાતાઓએ 35 કરોડ 6 લાખ 44 હજાર 574ની રકમ મિલકતવેરા પેટે ચુકવી છે.

 


ઓનલાઈન વેરો ચુકતે કરનારને વિશેષ ડિસ્કાઉન્ટ અપાતું હોય તે બાબત પણ ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહક બની છે. એકંદરે નાગરિકો કચેરી સુધી આવવા કે લાઈનમાં ઉભા રહેવા ઈચ્છતા હોય ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ અપ્નાવવા લાગ્યા છે. ચાલુ વર્ષમાં તો કોરોનાના ભયના લીધે અરજદારો કચેરીમાં આવવનું ટાળતા હતા.

 

 

10449 મિલકતોની નવી આકરણી: 39347 મિલકતોમાં રિ-એસેસમેન્ટ
મહાપાલિકાની ટેકસ બ્રાન્ચમાં ચાલુ નાણાકિય વર્ષમાં 10449 મિલકતોની નવી આકારણી કરાઈ છે. જયારે વપરાશમાં હેતુફેર કરાયો હોય કે બાંધકામનો પ્રકાર બદલાયો હોય તે સહિતના કિસ્સાઓમાં કુલ 39347 મિલકતોમાં રિ-એસેસમેન્ટ કરાયું છે. 8585 મિલકતોમાં નામ ટ્રાન્સફર કરાયું છે. જયારે 165 વાંધા અરજીઓનો નિકાલ કરાયો છે.

 

248 કરોડના ટાર્ગેટ સામે 171 કરોડની વેરા વસુલાત
રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચને ચાલુ નાણાંકિય વર્ષ 2020-21 અંતર્ગત મિલકતવેરા વસુલાતનો ા.248 કરોડનો ટાર્ગેટ અપાયો છે જેની સામે હાલ સુધીમાં 171 કરોડની વસુલાત થઈ છે. લોકડાઉનના લીધે વ્યાપાર-ઉદ્યોગ જગતમાં મંદી તેમજ અગાઉ 20 ટકા વળતરની યોજના અપાતા હવે ટાર્ગેટ પૂર્ણ થવો મુશ્કેલ છે.

 


19 દિવસમાં 77 કરોડ વસુલાય તો ટાર્ગેટ પૂર્ણ
ટેકસ બ્રાન્ચને ા.248 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે હવે 19 દિવસમાં ા.77 કરોડ વસુલવા પડે તેમ છે. જો દરરોજ ા.4.05 કરોડની વસુલાત થાય તો 77 કરોડની આવક થઈ શકે! જો કે તેટલી વસુલાત થઈ શકે તેવી સ્થિતિ નથી. મિલકતવેરો જ નહીં અન્ય તમામ વેરાના ટાર્ગેટ પણ આ વર્ષે અધુરા જ રહેશે!

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS