ચાની હોટેલ-પાનની દુકાન સીલ: મહાપાલિકાના દરોડા

  • April 08, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ ત્રાટકયા: રૈયા ચોકડીએ ટોળા વિખેરાયા: ચા-પાનના ધંધાર્થીઓને અંતિમ તાકિદ: માસ્ક નહીં પહેરનારાઓને ધડાધડ દંડ

 


રાજકોટમાં હવે કોરોના આઉટ ઓફ કંટ્રોલ થતાં મહાપાલિકા તંત્રએ જયાં સૌથી વધુ ટોળા એકત્રિત થાય તેવી ચાની હોટેલો અને પાનની દુકાનો તેમજ શાક માર્કેટોમાં આજે બપોરથી દરોડાનો દોર કર્યો છે. ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં બપોરથી ટૂકડીઓ ત્રાટકી છે અને રૈયા ચોકડીએ ધડાધડ દુકાનો સીલ કરાઈ હોવાનું જાણવા મળે છે.

 


મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ જાગનાથ, ડો.યાજ્ઞિક રોડ, રૈયારોડ, કાલાવડ રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં ચાની હોટેલો અને પાનની દુકાનોએથી ટોળા વિખેરવામાં આવ્યા હતા. રૈયા ચોકડીએ મોમાઈ ટી હોટેલ અને ક્રિષ્ના ડિલકસ પાનની દુકાન અનિશ્ર્ચિત મુદત સુધી સીન કરાઈ છે. માસ્ક નહીં પહેરનારાઓની પાસેથી પેનલ્ટી વસુલાઈ રહી છે.

 

 

કોરોના આઉટ ઓફ કંટ્રોલ: તમામ મ્યુનિ.કર્મચારીઓની રજા રદ
રાજકોટમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થઈ જતાં મહાપાલિકાના તમામ કર્મચારીઓની રજા રદ કરવા મ્યુનિ.કમિશનરે પરિપત્ર પ્રસિધ્ધ કરી હકમ કર્યો છે અગાઉના દિવસોમાં જેમણે રજા મંજુર કરાવી હોય તેમની રજાઓ પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાપાલિકાના વિવિધ શાખા અધિકારીઓ કે જેઓ કોવિડના વોર્ડ પ્રભારી તરીકે કાર્યરત છે તેમને દરરોજ સવારથી બપોર સુધી તેમના વોર્ડના આરોગ્ય કેન્દ્રની કામગીરી જોવા પણ હકમ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS