ટીમ ઇન્ડિયાના બે ભાગ કરવા પડે તેવી સ્થિતિ: એક WTC ફાઇનલમાં અને બીજી એશિયા કપમાં રમશે

  • March 09, 2021 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયા કપનું આયોજન ચાલુ વર્ષના જૂન-જુલાઇમાં થઇ ચૂક્યું છે પરંતુ ભારતીય ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઇનલમાં પહોંચી ગઇ હોવાના કારણે એશિયા કપ રદ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. જો એશિયા કપ રદ કરવામાં આવશે નહીં તો બીસીસીઆઇએ પોતાની બી-ટીમને આ ટૂનર્મિેન્ટ માટે મોકલવી પડશે. ન્યૂઝીલેન્ડ સામે 18મી જૂનથી રમાનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઇનલ માટે ભારતીય ટીમે જૂનના પ્રથમ સપ્તાહમાં ઇંગ્લેન્ડ રવાના થવું પડશે. આઇપીએલ 2021ના સમાપ્ન બાદ ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડ રવાના થશે. કારણ કે તેમને 14 દિવસના આકરાં ક્વોરન્ટાઇન સમયમાંથી પસાર થવું પડશે.

 


આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઇનલ હવે ઐતિહાસક લોડ્ર્ઝ ખાતે નહીં પરંતુ સાઉથમ્પ્ટનના એજીસ બાઉલ ગ્રાઉન્ડ ખાતે રમાશે કારણ કે સ્ટેડિયમમાં જ હોટેલની સગવડ છે. કોરોના વાઇરસની મહામારીના કારણે આઇસીસી અને ઇસીબી બાયો-બબલ સિક્યોર તૈયાર કરશે જેમાં ભારત તથા ન્યૂઝીલેન્ડની બંને ટીમોને 14-14 દિવસ સુધી ક્વોરન્ટાઇન થવું પડશે. આ સ્થિતિમાં બીસીસીઆઇ કપરી સ્થિતિમાં મુકાયું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે જૂનના અંતમાં એશિયા કપ રમાડવાનો નિર્ણય કર્યો છે. આ વિન્ડોમાં ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત, જસપ્રીત બુમરાહ, ર્હિદિક પંડયા સહિત અન્ય એશિયા કપ માટે ઉપલબ્ધ થશે નહીં કારણ કે તે સમયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાતી હશે. ત્યારબાદ ભારતે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ રમવાનું છે. આ સ્થિતિમાં બીસીસીઆઇ પાસે વિકલ્પ છે પરંતુ ટી20 ફોર્મેટમાં શ્રીલંકા ખાતે રમાનારા એશિયા કપ માટે બોર્ડે તેની બી-ટીમ મોકલવી પડશે જેના કારણે કેટલાક સ્ટાર ખેલાડીઓની ટૂનર્મિેન્ટમાં ખોટ પડશે. આઇપીએલ 2021ના પ્રદર્શનના આધારે એશિયા કપમાં રમી શકે તેવી એક ટીમ બોર્ડ તૈયાર કરે તેવી સંભાવના છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS