મનોરંજન જગતના વધુ એક ઈરફાનનું કોરોનામાં નિધન, જયા ભટ્ટાચાર્યએ લખી લાગણીસભર પોસ્ટ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના કાળની સાથે 2020 નું વર્ષ જાણે લોકોના જીવનમાં શોકનો માહોલ લઈને આવ્યો હોય તેમ લાગી રહ્યું છે, બોલીવુડના એક પછી એક કલાકારોની અણધારી વિદાય, અને એવું જ કંઈક ટેલિવૂડમાં પણ જોવા મળી રહ્યું છે.

 

ટેલિવિઝન શો 'થપકી પ્યારકી' ના ટીમ મેમ્બરમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાવાયરસના કારણે એક ટીમ મેમ્બરનું નિધન થયું છે. આ વ્યક્તિનું નામ ઈરફાન હતું. અભિનેત્રી જયા ભટ્ટાચાર્યએ ઇરફાનના નિધન પર લાગણીસભર નોટ લખી છે.

 

તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે ટીમના સભ્ય ઈરફાન હવે અમારી વચ્ચે રહ્યા નથી. જેઓ ઘણા સમયથી બીમાર હતા. હું દરેક વખતે તેમના રિપોર્ટ અંગે તેમને પૂછતી હતી જેથી તેમની બીમારીનું મૂળ કારણ ખબર પડી શકે. કોઈ કારણથી તેઓ છેલ્લા બે વર્ષથી બીમાર હતા. પરંતુ ગુલાબ દાદાએ મને તેના હોસ્પિટલમાં હોવાની જાણકારી આપી હતી.

 

ઈરફાનની હાલત ખરાબ હતી. તેના નબળા શરીરને કોરોનાએ સંક્રમિત કરી દીધું હતું. આજે એવી ખબર આવી છે કે ઈરફાન રહ્યા નથી. તેઓ ઘણા મહેનતુ ટેલેન્ટેડ વ્યક્તિ હતા, જે આપણે ગુમાવ્યા છે. હું કોઈ મેડિકલ સાથે જોડાયેલી વ્યક્તિ નથી પરંતુ એટલી ખબર છે કે જ્યારે તમે યોગ્ય સમય પર તબીબ પાસે જાઓ તો તમારું જીવન બચી શકે છે. મને લાગે છે કે અત્યારે મને ઘણી ખરાબ અનુભૂતિ થઈ રહી છે.

 

જયા ભટ્ટાચાર્યએ કોરોના અને લોકડાઉન વચ્ચે લોકોની મદદ કરવા માટે આગળ આવીને કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં ઘણા જરૂરિયાતમંદ લોકો સુધી તેણીએ ચીજવસ્તુ પહોંચાડી  છે.

 

હાલ ટેલિવિઝન શોના શૂટિંગ થઇ રહ્યા નથી એવામાં તેની આશા વ્યક્ત કરી હતી કે તુરંત જ સીરિયલના શૂટિંગ શરૂ થઈ જશે, અને બધાની ગાડી પાટા પર ચડી જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS