ટેક મહિંદ્રાએ શોધી કોરોના વાયરસનો નાશ કરતી દવા, પેટેંટ માટે કર્યું આવેદન

  • May 03, 2021 07:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈટી કંપની ટેક મહિંદ્રાના રિસર્ચ એન્ડ ડેવલપમેંટ યૂનિટ માર્કર્સ લૈબએ દાવો કર્યો છે કે કંપનીએ રીઝીન બાયોસાયંસેસ સાથે મળી કોરોના વાયરસનો નાશ કરતી દવા શોધી છે. આ બંને કંપનીઓ આ દવાના પેટેંટ માટે આવેદન પ્રક્રિયા પણ શરુ કરી ચુકી છે.

 

 

માર્કર્સ લેબના ગ્લોબલ હેડ નિખિલ મલ્હોત્રાએ જણાવ્યું છે કે કંપની રીઝીન બાયોસાયંસેસ સાથે મળી અને આ મોલિક્યૂલના પેટેંટ માટે આવેદન કરી રહી છે. જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ થાય નહીં ત્યાં સુધી તેનું નામ જાહેર કરાશે નહીં.

 

 

આ અંગે તેમણે કહ્યું છે કે આ ડ્રગ મોલિક્યૂલની પેટેંટ પ્રક્રિયા પૂર્ણ થયા સુધી તેના વિશે જાણકારી સાર્વજનિક કરવામાં નહીં આવે. ટેક મહિંદ્રા અને રીઝીન બાયોસાયંસેસ શોધ પ્રક્રિયામાં છે. માર્કર્સ લેબએ કોરોના વાયરસના કંપ્યૂટેશન મોડલિંગ એનાલિસિસ શરુ કર્યું છે. જેના આધાર પર કંપનીએ એફડીએની અપ્રૂવ્ડ 8 હજાર દવામાંથી 10 ડ્રગ મોલિક્યૂલને શોર્ટલિસ્ટ કર્યા છે. તેમાંથી પણ શોર્ટલિસ્ટ કરી અને 3 દવાને પસંદ કરી છે. ત્યારબાદ 3ડી ફેફસા બનાવી તેના પર દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું. ટેસ્ટમાં જોવા મળ્યું કે આ 3 દવા સારી રીતે કામ કરી રહી છે. હવે આ દવાની પેટેંટ માટેની પ્રક્રિયા શરુ થઈ છે. ત્યારબાદ તેના વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS