ઇરાદે નેક હો તો સપને ભી સાકાર હોતે હૈ, ભંગારના સામાનનો ઉપયોગ કરી સાઇકલનું બાઈક બનાવ્યું આ કિશોરે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


કિશોરાવસ્થામાં જ્યારે કોઈ પણ બાળકને કોઇ ઇચ્છા થાય ત્યારે તે ગમે તેમ કરી અને પૂરી કરવા માટે જીદ કરતા હોય છે. ક્યારેક આ જીદગીનું માઠું પરિણામ આવતું હોય છે પરંતુ ક્યારેક કિશોરની ધગશ હોય તો તે પોતાનું દિમાગ કામે લગાડી અને આવિષ્કાર પણ  કરી શકે છે, જેનું જીવંત ઉદાહરણ છે, મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતો એક  વિદ્યાર્થી.

 

આ વિદ્યાર્થીને બાઈક  ચલાવવાનું મન થતું હતું, પરંતુ નાની ઉંમર હોવાના કારણે પિતાએ તેને સાઈકલ અપાવી હતી. લોકડાઉન  દરમિયાન વિદ્યાર્થીએ ભંગારના સામાનનો ઉપયોગ  કરીને સાઈકલમાં જ એન્જીન લગાવીને બાઈકનું નિર્માણ કરી દીધું હતું.અક્ષય રાજપૂત નામના આ વિદ્યાર્થીને ભંગારના સામાનમાંથી ઉપયોગી સામાન બનાવવાનો ગજબનો શોખ છે. 

 

અક્ષયે ભંગારમાંથી જૂનું ચેમ્પ ગાડી એન્જીન લીધું અને સાઈકલમાં પોતાનું દિમાગ લડાવીને ઉપયોગ કરતા એન્જીન ચાલિત સાયકલ બનાવી દીધી હતી. અક્ષયના પિતાનો ટેન્ટ હાઉસનો નાનો વેપાર છે. પુત્રને મોટરસાઈકલ લેવાનું મન થયું તો પિતાએ ઉંમર નાની હોવાના કારણે ના પાડી દીધી હતી. પરંતુ પુત્રએ જૂનું એન્જીન સાઇકલમાં ફિટ કરીને પોતાનું સપનું પુરું કરી લીધું છે.

 

 અક્ષયના મોટા ભાઈએ જણાવ્યું કે "અક્ષય પપ્પા પાસે જીદ કરતો હતો કે તેને બાઈક લેવું છે પરંતુ પપ્પાએ તે નાનો હોવાના કારણે ના પાડી દીધી હતી. તેના મનમાં હતું એટલા માટે સાઈકલમાં એન્જીન લગાવીને બાઈક બનાવી દીધું. આ પહેલા 26 જાન્યુઆરીએ તેને કલેક્ટર  અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યો હતો. તેણે ટાયરમાંથી બાઈક બનાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application