સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ગાંધીનગર, ડીસા, વડોદરામાં 39થી 40 ડિગ્રી લગોલગ તાપમાન

  • March 23, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના અનેક ભાગોમાં આજે વરસાદની આગાહી



અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા ડીસા અને ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે જોકે તેનાથી ગરમીમાં ખાસ રાહત મળવાની શક્યતા નહિવત છે.

 


સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન ગાંધીનગરમાં 39.4 ડિગ્રી નોંધાયુ છે અમરેલીમાં 39 ડીસામાં 39.1 રાજકોટમાં 38.8 વડોદરામાં 38.6 અને સુરેન્દ્રનગરમાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે સવારે ભેજવાળા વાતાવરણના કારણે ગરમીમાં પ્રમાણમાં રાહત રહે છે પરંતુ બફારો વધી ગયો છે સવારથી સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ગરમીનું જોર વધી જાય છે અને આખો દિવસ આકરો તાપ લોકોને સહન કરવો પડે છે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ પૂર્વ મધ્ય પ્રદેશ અને કોસ્ટલ કણર્ટિકમાં સાઇકોનિક સર્ક્યુલેશન છવાયું છે તેની અસરના ભાગરૂપે મધ્ય પ્રદેશ વિદર્ભ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આજે અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયન રીઝયન માં પણ આજે વરસાદની શક્યતા છે.
આજથી મહત્તમ તાપમાનમાં ત્રણ દિવસ માટે ઘટાડો નોંધાશે અને બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું જશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

 


દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે ઘુમ્મસ
દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે જોરદાર ધુમ્મસ જોવા મળ્યું હતું પોરબંદર અને વેરાવળ માં સવારે ભેજનું પ્રમાણ 90 ટકા દ્વારકા અને ઓખા માં 87 ટકા નલિયા અને કંડલામાં 85 ટકા ભેજ નોંધાયો છે કેશોદમાં સવારે ભેજનું પ્રમાણ 91% રહેવા પામ્યું હતું. ભેજવાળા વાતાવરણના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારથી જ લોકો ગરમીની સાથોસાથ બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS