કોન્ટ્રાકટ ન મળતા રિબડા પાસે રોડનું કામ કરનારા પર ૧૦ શખસોનો ધોકાથી હુમલો

  • March 05, 2021 11:35 AM 

રાજકોટથી જેતપુર નેશનલ હાઈવેના રોડ બનાવવાનું કામ ન મળતા આ બાબતનો ખાર રાખી ગોંડલના રાજદીપ કન્ટ્રકશનના દસેક જેટલા શખ્સોએ સ્કોર્પિયો સહિતની બે કારમાં ધસી આવી રિબડા પાસે રોડ બનાવવાનું કામ કરી રહેલા મહારાષ્ટ્રની કંપનીના માણસો પર ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી તેમજ કંપનીના પેવર મશીન ઓપરેટરના બંને હાથ ભાંગી નાખ્યા હતા. તેમજ આ શખસોએ યહા સિર્ફ રાજદીપ કન્ટ્રકશનકા રાજ ચલતા હૈ,દુબારા ઇધર આના મતતેવી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે આરોપીઓ સામે રાયોટ, તોડફોડ કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી હુમલાખોરોની ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.


હરિશચંન્દ્ર ઉર્ફે દાદારાવ રૂપચંદ્રેશ રેસવાલ (ઉ.વ.૩૫)( રહે.હાલ બેટી પ્લાન્ટ કુવાડવા ગામ તા.જી.રાજકોટ મુળ રહે. ગણપતી ઘાટ તુલ જાપુર ભવાની નગર સોલાપુર થા ના દક્ષિણ સોલાપુર મહારાષ્ટ્ર)દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધવવમાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના રાજદીપ કન્ટ્રકશનના દશ જેટલા અજાણ્યા શખસોના નામ આપ્યા છે.


ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે એવરેસ્ટ ઇન્ફાસ્ટ્રકચર એન્ડ ડેવલોપર્સ સોલાપુર (મહારાષ્ટ્ર) નામની કંપનીમાં પેવર મશીનમાં ઓપરેટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. અને હાલ કંપનીનો રાજકોટથી જેતપુર ડામર રોડ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ હોય તે તેમજ તેના માણસો અહીં કામ કરે છે.તા.૦૩/૦૩/૨૦૨૧ ના રોજ સાંજના સાતેક વાગ્યાની આસપાસ પેવર મશીન લઇને ફરિયાદી તથા બીજા માણસો કામ કરતાં હતા દરમ્યાન ત્યા એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી તેમજ એક બીજી ગાડી આવી હતી. બન્ને ગાડીમાંથી દશેક માણસો જેના હાથમાં લાકડાના ધોકા હોઈ તે નીચે ઉતરીને ફરિયાદી કંઈ સમજે તે પહેલા બેફામ ગાળો દેવા લાગ્યા હતા. અને ફરિયાદીને હીન્દીમાં કહેલ કે યહા હમારા રાજ ચલતા હે તુમકો કોન્ટ્રાકટ કીસને દિયા તેમ કહી બેફામ આડેધડ લાકડાના ધોકા વડે માર મારવા લાગેલ અને આ દરમ્યાન કંપનીના માણસો અવધુંબર હનુમંત તથા સુશાંત માશળકર તથા ત્યા લેબર કામ કરતા રામજીભાઇ તેમજ બીજા કંપનીના માણસો છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો.


ત્યારબાદ આ શખસોએ કહ્યું હતું કે, યહા સિર્ફ રાજદીપ કેનસ્ટ્રકશન કા રાજ ચલતા હૈ દુબારા ઇધર આના મત તેમ કહી તેઓની કારમાં પરત ગોંડલ બાજુ જતા રહ્યાં હતાં. ત્યારબાદ કોઇક કંપનીના માણસોએ ભરૂડી ટોલનાકે જેમાં વેસ્ટ ગુજરાત એકસપ્રેસ લી.પ્રોજેકટ જેની નીચે ફરિયાદીની કંપની આવે છે તેના મેઇન માણસ અજયસિંહ ઠાકુર તથા સેફટી મેનેજર દીલીપસિંહ તથા બીજા માણસો ત્યા આવી ગયેલા અને મને તથા બીજા માણસોને ઇજા થયેલ હોય જેથી ગોંડલ સરકારી દવાખાને ત્યાર બાદ અહી ક્રિષ્ના હોસ્પીટલ માં સારવાર માં લાવ્યા હતા.ફરિયાદીને બંને હાથમાં તથા જમણા પગમાં ફેકચર થયુ હતું.


ફરિયાદીએ વધુમાં જણાવ્યા મુજબ, રાજકોટથી જેતપુર રોડ બનાવવાનું કામ અમારી કંપનીને મળ્યું હોય અને આ કામ રાજદીપ કન્ટ્રકશન ગોંડલને ન મળતા જેનો ખાર રાખી રાજદીપ કન્સ્ટ્રકશન ગોંડલના આશરે દશેક જેટલા માણસોએ મારમારી,હાથ ભાંગી નાખી કંપનીના પેવર મશીનમાં રહેલ ડામર ઢોળી નુકશાન કર્યું હતું. બનાવ અંગે પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૫૦૪, ૪૨૭ અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.બનાવની વધુ તપાસ પી.એસ.આઈ એમ.જે.પરમાર ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS