રેલવે પ્લેટફોર્મ ટિકિટના પૂર્વવત રૂ.10, રેગ્યુલર ટ્રેનો વહેલીતકે ચાલુ કરો

  • March 13, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ, ડીઆરયુસીસી મેમ્બર પાર્થ ગણાત્રા દ્વારા સ્પે.જનતા અને સ્પે.સૌરાષ્ટ્ર મેલ ટ્રેનોના સમયમાં ફેરફાર સહિતના પ્રશ્ર્નોની રજૂઆત

 


કોરોના મહામારીના કારણે છેલ્લા એક વર્ષથી લોકડાઉન થયેલી ટ્રેનો હવે કોરોના હળવો થતાં ફરીથી ચાલુ કરવા તેમજ પ્લેટફોર્મ ટિકિટના રૂ.50ને બદલે રૂ.10 તેમજ હાલ બપોરે માત્ર 20 મિનિટના સમયગાળામાં મુંબઇની મળતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવા સહિતના પ્રશ્ર્નોની રજૂઆત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉ5પ્રમુખ અને ડીવીઝનલ રેલવે યુઝર્સ ક્ધસલટેટીલ કમિટીના મેમ્બર પાર્થ ગણાત્રા દ્વારા ડીઆરએમ પરમેશ્ર્વર ફુંકવાલને રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતે આવેદનપત્ર સુપરત કર્યું હતું.

 


હાલ કેટલીક ટ્રેનો સ્પેશિયલ ટ્રેનો તરીકે વધુ ભાડાથી દોડાવવામાં આવી રહી છે તેવા સંજોગોમાં નાના શ્રમિક લોકોને ઉંચા ભાડા પોસાતા ન હોય અને કોરોના પરિસ્થિતિમાં પણ સુધારો થતો જાય છે તેવા સંજોગોમાં સોમનાથ, ઓખા, મોરબી, પોરબંદર, વિરમગામ વગેરેની લોકલ ટ્રેનો ઉપરાંત લાંબા અંતરની ટ્રેનો વહેલી તકે શ થાય તે માટે યોગ્ય ભલામણ કરવા ડીઆરએમને જણાવાયું હતું. આ ઉપરાંત હાલ પ્લેટફોર્મ ટિકિટના અગાઉ રૂ.10 હતાં તે રૂ.50 કરવામાં આવ્યા છે જે ભાવ અસહ્ય અને ગેરવ્યાજબી હોય, પ્લેટફોર્મ ટીકીટના ભાવ તાત્કાલીક ધોરણે રૂ.10 કરી નાખવા જોઇએ તેવી માગણી કરવામાં આવી હતી.

 

 


આ ઉપરાંત હાલ સ્પેશિયલ સૌરાષ્ટ્ર મેલ અને સ્પેશિયલ સૌરાષ્ટ્ર જનતા ટ્રેનો વધારા ભાડાથી દોડી રહી છે મુંબઇની આ બન્ને ટ્રેનો રોજ બપોરે માત્ર 20 મિનિટના સમયગાળામાં રાજકોટ જંકશનથી ઉપડે છે અને બાકી આખો દિવસમાં મુંબઇની એકપણ ટ્રેન નથી આવા સંજોગામાં ઉપરોકત બન્ને સ્પે.જનતા અને સ્પે.સૌરાષ્ટ્ર મેલના ઉપડવાના સમયગાળામાં ઉતાઓને અનુકુળ હોય એવો ફેરફાર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. ડીઆરએમ ફૂંકવાલ દ્વારા આ પ્રશ્ર્નો બોર્ડમાં રજૂ કરવા ખાતરી આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS