આવતા વર્ષે ઓગસ્ટથી નવા એરપોર્ટ પર ટેસ્ટિંગ લાઈટ શરૂ થશે: કલેકટર

  • July 13, 2021 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હિરાસર ગામ નજીક નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્ર્રીય સ્તરના એરપોર્ટના પ્રોજેકટ માં ઝડપ લાવવામાં વર્તમાન કલેકટર અણ મહેશ બાબુ સફળ થઇ રહ્યા છે. આ પ્રોજેકટમાં ડિસેમ્બર ૨૦૨૨ થી ટેસ્ટિંગ લાઈટ શ થશે તેવી અગાઉ જાહેરાત કરી હતી પરંતુ આ કામ જે ઝડપથી થઈ રહ્યું છે એ જોતા ઓગસ્ટ ૨૦૨૨ થી એટલેકે નિર્ધારિત સમયગાળા કરતાં ચાર મહિના વહેલી ટેસ્ટિંગ લાઈટ શ કરી દેવાશે.

 


જિલ્લા કલેકટર અણ મહેશ બાબુ એ જણાવ્યું હતું કે ૨૯૦૦ મીટરના રનવેના કામમાંથી ૧,૫૦૦ મીટર નું કામ પૂં થઇ ગયું છે ૧૪૦૦ મીટર નું કામ બાકી રહે છે અને બોકસ કલવર્ટના ૫૦૦ મીટરના કામ બાકી છે તે ઝડપથી પૂરા કરવા માટે એજન્સીઓને તાકીદ કરવામાં આવી છે.

 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટર્મિનલ ને લગતા કામના કોન્ટ્રાકટ અપાઈ ગયા છે અને ડિસેમ્બરથી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં આવા કામ પૂરા થઈ જશે. જનાના હોસ્પિટલ ને આધુનિક સુવિધાસભર બનાવવા માટેના પ્રોજેકટ બાબતે બોલતા તેમણે જણાવ્યું હતું કે આ કામ ઝડપથી ચાલી રહ્યું છે અને આગામી છ મહિનામાં તે પૂં થઈ જશે બાળકો માટેના ૧૫૦ બેડની વ્યવસ્થા જનાના હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી રહી છે.

 


ઇશ્વર્યા પાર્ક ખાતે સાયન્સ સીટીના ચાલતા પ્રોજેકટ બાબતે કલેકટરે કહ્યું હતું કે સપ્ટેમ્બર માસના પહેલા સાહમાં તેનું ઉદઘાટન કરી દેવામાં આવશે. આવી જ રીતે ખંભાલિડાની બૌદ્ધ ગુફાના પ્રોજેકટ બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી પ્રથમ તબક્કાનું કામ પૂં થયું છે અને બીજા તબક્કામાં ગેલેરી સ્પૂત અને હિસ્ટોરિકલ કલ્ચર ને લગતા કામ કરવામાં આવશે આ સમગ્ર પ્રોજેકટ આમ તો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ હસ્તક છે પરંતુ મોનીટરીંગ ની વ્યવસ્થા કલેકટર તત્રં દ્રારા કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application