બીજી લહેરનો ખરાબ સમય નીકળી ગયો

  • May 19, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં જૂનથી મૃત્યુ દર ઘટશે, સરકારને વિશ્ર્વાસ
નિષ્ણાંતોનું ગણિત, ડેટા પરથી અંદાજ કાઢયો



દેશમાં ભારે તબાહી મચાવી દેનાર કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર દેશને ભારે મોંઘી પડી ગઈ છે અને હવે નિષ્ણાંતોએ એવું અનુમાન કયુ છે કે બીજી લહેર નો ખરાબ સમય પસાર થઈ ગયો હોય તેવું દેખાય છે કારણ છે ડેટા ના આંકડા તેના તરફ ઇશારો કરી રહ્યા છે.

 


દરમિયાન કેન્દ્ર સરકાર દ્રારા એવો વિશ્વાસ દર્શાવવામાં આવ્યો છે કે આગામી જૂન માસથી દેશમાં મૃત્યુના દરમાં નોંધપાત્ર ઘટાડો થઈ જવાની પૂરેપૂરી આશા છે કારણ કે કેન્દ્ર સરકાર દરેક રાયમાં રસી નો પુરવઠો સપ્લાય કરશે અને તે માટેની તમામ તૈયારી ચાલી રહી છે.

 


નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે દિલ્હી સહિત રાષ્ટ્ર્રીય સ્તર પર એકંદરે સાાહિક નવા કેસ ની સંખ્યામાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે અને એકિટવ કેસની સંખ્યામાં ઘટાડો દેખાઈ રહ્યો છે ખાસ કરીને ડેટા ના આંકડા આ પ્રકારની પરિસ્થિતિ બતાવી રહ્યા છે.

 


ડેટા ના અહેવાલ મુજબ મોટાભાગના રાયોમાં પોઝિટિવિટી દરમાં ઘટાડો થઈ રહ્યો છે માટે વાઈરસની બીજી લહેર નો ખરાબ સમય પસાર થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરકારને પણ વિશ્વાસ છે કે દેશમાં બીજી લહેર ની ગંભીર પરિસ્થિતિ હવે ઘણા અંશે ઓછી થતી દેખાઈ રહી છે અને હવે મૃત્યુના દરમાં પણ જૂન મહિનાથી ઘટાડો થવાની પૂરેપૂરી આશા છે.

 


નિષ્ણાંતોએ કહ્યું છે કે મોટાભાગના રાયોમાં વાયરસને રોકવા માટે લોક ડાઉન ના પગલા લેવામાં આવ્યા છે અને તેને કારણે નવા કેસ ને અટકાવવા માં ઘણી બધી મદદ મળી છે અને બીજી બાજુ રસીકરણનો કાર્યક્રમ જે અત્યારે પ્રારંભિક તબક્કામાં છે છતાં તેનો સારો પ્રભાવ પડેલો દેખાય છે.

 


ડેટા પરથી એવું દેખાય છે કે દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ દરરોજ આવતા નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે એ જ રીતે મહારાષ્ટ્ર્રમાં પણ નવા કેસની સંખ્યા ઘટી રહી છે અને મૃત્યુ દરમાં પણ ઘટાડો નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS