રાજકોટ મુંબઈ માટે કેન્સલ કરેલી ફ્લાઇટ ફરી એક વખત થશે ઓપરેટ, જાણો ક્યારથી ફ્લાઈટ થશે શરુ

  • August 11, 2021 08:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનાર માટે રાહતના સમાચાર છે કે એર ઇન્ડિયાએ રાજકોટ મુંબઈ માટે કેન્સલ કરેલી ફ્લાઇટ ફરી એક વખત ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. હવેથી નવા શેડ્યુલ મુજબ 17 ઓગસ્ટથી સપ્તાહમાં એક દિવસ શનિવાર ને બાદ કરતાં રાજકોટ મુંબઈ રાજકોટની ફલાઇટ ઉડાન ભરશે.

 

ગયા અઠવાડિયે એર ઇન્ડિયા દ્વારા રાજકોટ મુંબઈ અને રાજકોટ દિલ્હી ની હવાઈસેવા સપ્તાહમાં ત્રણ દિવસ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી જેને લઇને ખાસ કરીને દિલ્હી અને મુંબઈ થી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે નું કનેક્શન ધરાવતાં પેસેન્જર્સ માં હોબાળો મચી ગયો હતો. આ મુદ્દે પેસેન્જરર્સ, ટ્રાવેલ એજન્ટ અને રાજકીય આગેવાનોએ એરપોર્ટ ઓથોરિટી અને એરલાઈન્સ કંપની સુધી રજૂઆત કરી હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી વિદેશ જવા ઈચ્છતા પ્રવાસીઓ માટે એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હી માટેની ફલાઇટ ઇન્ટરનેશનલ કનેક્ટિવીટી માટે અનુકૂળ રહે છે પરંતુ એકાએક એરલાઇન્સ કંપનીએ આ નિર્ણય ફેરવી તોળતા સૌથી વધુ વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને મુશ્કેલી ઊભી થઈ હતી.

 

પરંતુ આજે ફરી એરલાઈન્સ કંપની દ્વારા નવા જાહેર કરાયેલો શેડ્યુલ જેમાં તારીખ 17 થી 31 ઓગસ્ટ સુધી હવેથી મંગળવાર ,ગુરુવાર એમ બંને દિવસ ફ્લાઇટ ઉડાન ભરશે. નવા ટાઇમટેબલ અનુસાર સોમવારથી રવિવાર સુધીમાં શનિવાર એક દિવસ બાકાત કરતા અઠવાડિયાના તમામ દિવસ મુંબઈ માટેની ફ્લાઇટ ઉડાન ભરશે જ્યારે દિલ્હી માટે પણ આ રીતે જ શેડ્યુલ જાહેર કરવામાં આવે તે અંગેની ચર્ચા વિચારણા ચાલી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS