તબીબી જગતને આશ્વર્યમાં મુકતો રાજકોટનો કિસ્સો: યુવાનને ત્રીજી વખત કોરોના વળગ્યો

  • April 21, 2021 03:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્તમાન સ્થિતિમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તબીબી જગતને પડકારપ એક એવો આશ્વર્યજનક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, કોરોનાનો ચેપ બે વખત લાગ્યા બાદ આ ચેપ ત્રીજી વખત લાગતો નથી પરંતુ તે વાતને રાજકોટના એક યુવાનને કોરોના ત્રીજી વખત સંક્રમિત કરીને પડકારપ સાબીત કરી છે. રાજકોટના શાસ્ત્રીનગર અજમેરામાં રહેતા અને કાનગી ફાઈનાન્સ કંપ્નીમાં નોકરી કરતાં હરવિજયસિંહ રણજીતસિંહ જાડેજાને ત્રીજી વખત કોરોનાનું સંક્રમણ થતા તેઓ હાલ હોમ આઈસોલેટ થયા છે.

 


છેલ્લા એક મહિનાથી ફરીવાર કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે ત્યારે આ વાયરસના સંક્રમણનો શિકાર ઘણાબધા લોકો બન્યા છે. કેટલાક લોકોને મહિનામાં બેવાર કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે ત્યારે રાજકોટના શાસ્ત્રીનગર અજમેરામાં રહેતા હરવિજયસિંહ જાડેજા ત્રીજી વખત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને હાલ તે હોમ આઈસોલેટ છે. તેમણે ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પ્રથમવાર જ્યારે તેમને કોરોનાનો ચેપ લાગ્યો ત્યારે સામાન્ય તાવ અને શરદી હતા અને તેમના શરીરમાં સ્વાદ અને સુગંધ ચાલ્યા ગયા હતા. તેઓએ સારવાર લીધા બાદ પાંચ દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

 

 

બીજી વખત તેઓ કોરોનાના સંક્રમણમાં આવતા તાવ, શરદી નહીં પરંતુ બીજી વખતના કોરોનાના સંક્રમણમાં તેમને ભારે અશક્તિ શરીરમાં જોવા મળી હતી. રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવતાં તેમણે સારવાર લીધી હતી. રાજકોટની ઈન્ડિયા ઈન્ફોસીસ નામની ફાઈનાન્સ કંપ્નીમાં નોકરી કરતા હરવિજયસિંહને ત્રણેક દિવસ પૂર્વે ગળામાં બળતરા, માથું દુ:ખવું અને કફની ફરિયાદ હતી જેથી તે તબીબ પાસે દવા લેવા માટે ગયા હતા અને કોરોનાના લક્ષણો હોવાનું તેમણે તબીબને જણાવ્યું હતું પરંતુ તેમના ફેમિલી ડોકટરે બે વખત કોરોના વળગ્યો હોય તો ત્રીજી વખત કોરોના ન થાય તેવું જણાવ્યું હતું. તેઓ ઓફિસે ગયા ત્યારે તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં તેમને કોરોના રિપોર્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો.

 

 


ત્રીજી વખત કોરોના પોઝિટિવ આવતા હરવિજયસિંહ અને તેમની સારવાર કરનાર ડોકટર પણ ચોંકી ઉઠયા હતા. હાલ તેઓ હોમ આઈસોલેટ છે. એક તરફ કોરોનાના સંક્રમણને લઈને તબીબી જગતમાં એવી માન્યતા છે કે, કોઈપણ વ્યક્તિને બે વખત કોરોના થયો હોય તો ત્રીજી વખત કોરોના થતો નથી પરંતુ હરવિજયસિંહ જાડેજાના કેસને ધ્યાને લઈએ તો તબીબી જગત માટે આ પડકારપ કહી શકાય કારણ કે એક જ વ્યક્તિને કોરોના વાયરસનો ત્રણ વખત ચેપ લાગવો તે ખુબ આશ્ર્ચર્યની વાત છે.

 

 


હરવિજયસિંહે જણાવ્યું હતું કે, તેઓ ત્રણ વખત કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે ત્રણેય વખત અલગ-અલગ લક્ષણો જોવા મળ્યા હતા. તેમણે ત્રણેય વખત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી દવા લીધી હતી અને દર વખતે એક સમાન દવાનો ડોઝ લીધો હતો. પ્રથમ વખત, બીજી વખત કે ત્રીજી વખત દવામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો ત્યારે આ કિસ્સામાં તબીબોએ પણ હવે કોરોનાનું સંક્રમણ ત્રીજી વખત થતું હોય તે ગંભીર બાબત ધ્યાને લીધી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS