કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો બચી જશે

  • June 17, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોડનર્નિી રસી અને અન્ય એક પ્રોટિન આધારિત રસીના ટ્રાયલ પરથી સારા સમાચાર મળ્યકોરોનાવાયરસ મહામારીની ત્રીજી લહેર આવવાની છે તેવી આશંકાઓ છેલ્લા ઘણા સમયથી વ્યક્ત થઈ રહી છે અને સાથોસાથ બાળકો વધુ જોખમમાં મુકાશે તેવા અહેવાલો આવ્યા હતા પરંતુ હવે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે કે સંભવિત ત્રીજી લહેરમાં બાળકો બચી જશે.

 


મોડનો રસી તેમજ અન્ય એક પ્રોટિન આધારિત રસીના ટ્રાયલ પછી મહત્વના સમાચાર બહાર આવ્યા છે. વાંદરાઓની એક પ્રજાતિ ના બાળકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના ખૂબ જ સારા પરિણામો બહાર આવ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે અને એન્ટીબોડી પણ બનાવે છે એવું પણ અભ્યાસમાં સાબિત થયું છે.

 


અમેરિકાથી પ્રકાશિત થતાં મેડિકલ જર્નલમાં આ પ્રકારના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે કે ત્રીજી સંભવિત જાહેરમાં હવે બાળકો બચી જશે અને રસી એમના માટે ખૂબ જ સુરક્ષિત રહેશે અને સારું હથિયાર દુનિયાને મળી જશે.

 


ન્યૂયોર્ક ખાતે ચિલ્ડ્રન હોસ્પિટલના વડાએ એમ કહ્યું છે કે ઉપરોક્ત દશર્વિવામાં આવેલી હતી નાની ઉંમરના બાળકોને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે તેવું અભ્યાસ કરશે બહાર આવ્યું છે અને બાળકોમાં સંક્રમણને અટકાવવામાં તે ખૂબ જ સહાયક સાબિત થશે.

 


એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે વાંદરાઓની એક જ પ્રજાતિના બાળકો પર અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે 22 સપ્તાહો સુધી કોરોના સામે લડવા માટે તેમનામાં ઇમ્યુનિટી હતી. આમ સંભવિત ત્રીજી લહેરમાં દુનિયાભરમાં બાળકોને બચાવવામાં ઉપરોક્ત રસીયો ખૂબ જ ઉપકારક નીવડશે.

 


વાંદરાઓ ના બચ્ચા ને મોટી માત્રામાં રસી આપવામાં આવી હતી અને ત્યારબાદ એમના જે થોડી મોટી વયના બચ્ચાઓને થોડી વધુ માત્રામાં રસી અપાઇ હતી અને ત્યારબાદ તેના પરિણામો ખૂબ જ ઉત્સાહ જનક રહ્યા છે અને બાળકોને બચાવવા માં તે ખૂબ જ અસરકારક સાબિત થશે તેમ માનવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS