કોરોનાની હેલ્થ ગાઇડ લાઇનનો રાજકોટ યાર્ડમાં ખુલ્લેઆમ ભંગ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં રાજ્ય સરકારે જાહેર કરેલી કોરોના અંગેની હેલ્થ ગાઈડ લાઈનનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. સત્તાવાર સૂત્રો આ અંગે જણાવી રહ્યા છે કે તેમને માર્કેટ યાર્ડ માં માસ્ક કે સેનેટાઇઝર રાખવા અંગે હજુ સુધી કોઇ સૂચના મળી નથી! આ ઉપરાંત માર્કેટયાર્ડમાં કામકાજ બંધ રાખવા અંગે પણ કોઈ સૂચના મળી નથી!માર્કેટ યાર્ડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં દરરોજ ૧૮૦ ગામોના ખેડૂતોની અવરજવર છે તેમજ ૫૦૦ થી વધુ વેપારીઓ અને ૧૦૦૦થી વધુ મજુરો કાર્યરત છે, આ ઉપરાંત જુના માર્કેટ યાર્ડ ખાતે કાર્યરત વિભાગમાં પણ દરરોજ સેંકડો ખેડૂતો અને વેપારીઓની અવરજવર હોય છે તેમ છતાં ત્યાં આગળ માસ્ક કે તેના સેનેટાઇઝરની કોઈ જ વ્યવસ્થા રાખવામાં આવી નથી.એક તરફ કોરોનાના કારણે રાજ્યભરમાં શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ કરાયું છે. સંમેલનો અને મેળાવડાઓ પણ રદ્દ થઇ રહ્યા છે. મંદિરો પણ બંધ કરી દેવાયા છે ત્યારે માનવ સંક્રમિત એવા કોરોનાના રોગચાળા અંગે રાજકોટ માર્કેટ યાર્ડમાં આ મામલે કોઇ જ ગંભીરતા જોવા મળતી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS