દિલ્હીમાં દર કલાકે 10 મોત, હિજરત શરૂ

  • April 20, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક દિવસમાં 240 મૃત્યુ: દિલ્હીથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો ની હિજરત, યુપીમાં લોકડાઉનનો મુખ્યમંત્રી નો ઇનકાર,, ઝારખંડમાં આજે લોક ડાઉન જાહેર થશેરાજધાની નવી દિલ્હીમાં કોરોનાવાયરસ મહામારી બેકાબૂ બની ગઈ છે અને હવે ગંભીર સ્વરૂપમાં આવી ગઇ છે કારણ કે દર કલાકે 10 દર્દીના મૃત્યુ થઈ રહ્યા હોવાનો ચિંતાજનક અહેવાલ બહાર આવ્યો છે. નવા કેસની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે એક દિવસમાં 240 દર્દીઓના મૃત્યુ થઈ ગયા હતા.

 


મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એક દિવસમાં દિલ્હીમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે અને પરિસ્થિતિ વધારે ગંભીર બની ગઇ છે. એ જ રીતે એક દિવસમાં 24 હજાર જેટલા નવા કેસ બહાર આવ્યા છે અને હોસ્પિટલોમાં હવે ખાલી બેડ રહ્યા નથી. સંક્રમણ નો દર 26.12 ટકા પર પહોંચી ગયો છે.

 


સત્તાવાર અહેવાલ મુજબ દિલ્હીમાં છેલ્લા પાંચ દિવસમાં 823 દર્દીઓના ભરતી થઈ ગયા છે અને રવિવારે પણ એક જ દિવસમાં 26 હજાર જેટલા કેસ બહાર આવ્યા હતા. તેનો હિસાબ કરીએ તો સંક્રમણનો દર 29.74 ટકા થઇ જાય છે.

 


દિલ્હીમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 8,77,146 થઈ ગઈ છે.
દિલ્હીમાં ગઈકાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક સપ્તાહના લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેનાથી પણ કોઈ ફરક પડ્યો દેખાતો નથી અને કેસની સંખ્યામાં તેમજ મૃત્યુની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે.

 


દરમિયાનમાં દિલ્હીની સરકાર માટે એક નવી ઉપાધી શરૂ થઈ ગઈ છે અને હજારોની સંખ્યામાં પરપ્રાંતીય મજૂરોને બહાર નીકળ્યા છે અને પોતાના વતન તરફ ભાગી રહ્યા છે અને બસ સ્ટેન્ડ પર બેકાબૂ ભીડ ભેગી થઈ જતા ગંભીર પરિસ્થિતિ ઊભી થઇ છે. અરવિંદ કેજરીવાલે ગઈકાલે એવી અપીલ કરી હતી કે દિલ્હી છોડીને કોઈ ભાગે નહીં પરંતુ એમની અપીલની કોઇ અસર દેખાતી નથી.

 


જો કે દિલ્હીમાં 10 મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સરકાર પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ મૃત્યુની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે.

 


દરમિયાનમાં ઝારખંડ રાજ્યમાં આજે લોકડાઉન ની જાહેરાત થઈ શકે છે તેવો સંકેત મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં તો પાંચ શહેરોમાં લોક ડાઉન લગાવવાના હાઇકોર્ટના સૂચન ને મુખ્યમંત્રી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS