મહાનગરપાલિકામાં પ્રચાર પડઘમ આજ સાંજથી શાંત

  • February 19, 2021 10:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં આગામી રવિવારે મતદાન યોજાનાર છે તે પૂર્વે ના ૪૮ કલાકે એટલે કે આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે લગભગ ૧.૧૨કરોડ મતદારને સમાવતી ૫૭૬ પૈકીની ૧ બેઠક બિનહરીફ જાહેર થતા ૫૭૫ બેઠક માટે રવિવારે મતદાન થશે આ માટે ૨૨૭૪ ઉમેદવારો મેદાનમાં છે. પ્રચાર પ્રસારના આજે અંતિમ દિવસે મતદારોને રીઝવવા ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.આજે પ્રચાર પડઘમ શાંત થવાની સાથે જ મતદારોને મનાવવા છેલ્લી ઘડીના પ્રયાસો થશે તેના ભાગરૂપે આવતીકાલથી ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત થશે. આજે પ્રચારનો અંતિમ દિવસ હોવાથી ભાજપ કોંગ્રેસ અને આપ સહિતની પાર્ટીના નેતાઓ મહાનગરો ખુંદી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હોસ્પિટલમાંથી જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે તો બીજી બાજુ મહાનગરો અને જિલ્લાના આગેવાનો સાથે પ્રદેશપ્રમુખ આર પાટીલે મતદાન પૂર્વેની ચૂંટણીની વ્યવસ્થાની ચર્ચા કરી રહ્યા છે ઉપરાંત મહાનગરોના ૧૪૪ વોર્ડના કાર્યકરો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરીને ચૂંટણીમાં મતદાન માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

 


કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો મહાનગરો અને જિલ્લાઓના પ્રવાસ ખેડી રહ્યા છે બીજી બાજુ આપ ના આગેવાનોએ પણ પ્રચાર-પ્રસાર પૂરજોશમાં શરૂ કર્યો છે મહાનગરોમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો પોતપોતાના વર્ચસ્વવાળા વિસ્તારમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધી શક્તિ પ્રદર્શન કરશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS