કોરોના સામે કોર્પોરેશનનો એકશન પ્લાન

  • October 28, 2020 02:04 AM 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટર તંત્ર અને આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને કોરોના સામે લડવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મહાપાલિકાના તમામ સંકુલો બંધ કરી દેવાયા છે, આધારકાર્ડ કેન્દ્રો બંધ કરી દેવાયા છે, મિલકત વેરો ભરવા સહિતના કામે કચેરીમાં નહીં આવવા અપીલ કરાઈ છે અને ઓનલાઈન સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત મહાપાલિકાના તમામ કોમ્યુનિટિ હોલના બુકિંગ તા.૩૧ માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે જેના અનુસંધાને ૧૦૦ જેટલા લગ્નો પ્રસંગો બંધ રહ્યા છે.


મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, જંગલેશ્ર્વર વિસ્તારમાંથી કોરોનાનો પોઝિટિવ કેસ મળ્યો છે તે દર્દી રાજકોટમાં આવ્યા બાદ કેટલા લોકોને મળ્યો હતો? શહેરના કયાં કયાં વિસ્તારોમાં ફર્યો હતો? કેટલા જાહેર સમારોહમાં તેણે ભાગ લીધો હતો? ફિલ્મો કે નાટક વિગેરે જોવા માટે ગયો હતો? તે સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. જો કોઈ તે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યું હોય તો હકિકત છુપાવવાના બદલે સામેથી તંત્રનો સંપર્ક કરી જાહેર કરે અને નાગરિક તરીકેની જવાબદારી બજાવે તેવી કમિશનરે વિનંતી કરી છે. જો દર્દીના સંપર્કમાં આવેલા લોકો તેને મળ્યાનું જાહેર કરશે તો જ કોરોનાને ફેલાતો અટકાવી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS