દેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં

  • April 12, 2021 08:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઔદ્યોગિક સંગઠન દ્વારા કંપનીઓમાં થયો સર્વે: લોકડાઉનથી સામાનની હેરફેર પર માઠી અસરની શક્યતાઆંશિક લોકડાઉનથી સામાનની હેરફેર અને શ્રમિકો પર માઠી અસર થશે અને એ કારણે ઔદ્યોગિક ઉત્પદનમાં મહદ્અંશે ઘટાડો થવાની શક્યતા સીઆઇઆઇએ કરેલા સર્વેક્ષણમાં જાણવા મળી હતી. ક્ધર્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા દેશભરમાં કંપનીઓમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમા તમામ કંપ્નીઓ પાસેથી તેમના સુચનો અને વિચારો માગવામાં આવ્યા હતા અને મોટાભાગની કંપ્નીના સીઇઓ દ્વારા એવુ સુચન કરવામાં આવ્યુ હતુ કે દેશભરમાં નવેસરથી લોકડાઉન નાખવાને બદલે આકરા નિયમો લાદવા જોઇએ જેથી ધંધા ઉદ્યોગ ચાલતા રહે અને બેકારી ઘાતક બને નહીં.

 


સીઆઇઆઇએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને ખાળવા માટે કોવિડ કરફયૂ, કોવિડને લગતા નિયમોનું પાલન અને માઇક્રો ક્ધટેઇનમેન્ટની નીતિ કારગત સાબિત થાય એમ છે.

 


સર્વેક્ષણમાં ભાગ લેનાર મોટા ભાગના સીઇઓનો એવો મત છે કે આંશિક લોકડાઉનથી સામાનની હેરફેર અને શ્રમિકો પર માઠી અસર થશે અને એ કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં મહદ્અંશે ઘટાડો થવાની શક્યતા છે.

 


અડધા ઉપરાંતના સીઇઓનો એવો મત હતો કે જો આંશિક લોકડાઉન દરમિયાન એમના મજૂરોને આવવા કે જવા નહીં દેવાય તો એમની કંપ્નીના ઉત્પાદન પર એની અસર થશે.

 


એ જ રીતે 56 ટકા સીઇઓનો એવો મત હતો કે જો સામાનની હેરફેર પર પ્રતિબંધ લાદવામાં આવશે તો એમને ઉત્પાદનમાં પચાસ ટકા સુધીનું નુકસાન જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS