દેશની ઐતિહાસિક ધરોહર 16 જૂનથી ખુલશે, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે જાહેર કરી SOP

  • June 14, 2021 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈંડિયાએ દેશની તમામ સંરક્ષિત ધરોહરોને 16 જૂનથી ખોલવા જાણકારી આપી છે. 16 જૂનથી લોકો ઐતિહાસિક ધરોહરોની મુલાકાત લઈ શકશે. એપ્રિલ માસમાં કોરોનાના વધતા કેસના કારણે બધા જ સંરક્ષિત સ્થળોને પણ બંધ કરવામાં આવ્યા હતા. હવે તે ખુલ્લા મુકાશે. આ સંબંધમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈંડિયાએ સોમવારે આદેશ જાહેર કર્યા છે. 

 

કોરોનાની બીજી લહેરના કારણે 15 એપ્રિલે તમામ સંરક્ષિત ઈમારતોને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે કેસ ઘટી જતા તેના માટે એસઓપી જાહેર કરવામાં આવી છે અને સ્મારકો અને સંગ્રહાલય ખુલ્લા મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

 

આ તમામ સ્થળોએ કેન્દ્ર સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન કરવું પડશે. આ સાથે જ જિલ્લા કે આપદા પ્રબંધનની ગાઈડ લાઈનનું પણ પાલન કરવું ફરજિયાત હશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021