દેશમાં આગામી છ માસ સુધી મોબાઈલ ફોનની ચીપનો દુકાળ રહેશે

  • September 11, 2021 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે ત્યારે ઉત્પાદન ક્ષેત્રમાં હજુ ચિંતાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને મોબાઇલ ફોન નિર્માતા કંપનીઓ ભારે મુસીબતમાં મુકાઈ છે કારણ કે મોબાઈલ ફોન બનાવવા માટે ની જરૂરી ચીપનો દુકાળ શરૂ થયો છે.

 

સત્તાવાર અહેવાલમાં જણાવ્યા મુજબ આગામી છ મહિના સુધી દેશમાં ચીપનો મોટો અભાવ રહી શકે છે અને મોબાઇલ ફોનના ઉત્પાદનમાં મોટો ઘટાડો પણ થઈ શકે છે. મોબાઈલ ફોન નિર્માતા કંપનીઓ દ્વારા આ બારામાં ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

 

ખાસ કરીને ફોરજી પ્રકારના મોબાઇલ ફોનના ઉત્પાદનમાં ભારે મોટી મુસીબત ઉભી થઇ છે અને મોટો અવરોધ સર્જાય છે કારણ કે તેની ખાસ ચીપનો દુકાન છેલ્લા ઘણા સમયથી શરૂ થઇ ગયો છે અને સસ્તા ફોન ખરીદવા માગતા લોકોને હજુ પણ ઇન્તજાર કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

 

ગઈકાલે રિલાયન્સ જિયો દ્વારા તેના વિશ્વના સૌથી સસ્તા ફોન ના લોન્ચિંગમાં પણ વિલંબ થશે તેવી જાહેરાત કરી દેવામાં આવી હતી અને તેની પાછળ સૌથી મોટું કારણ ઉપરોક્ત માનવામાં આવે છે. સસ્તા ફોન નો ઇંતજાર કરી રહેલા લોકોને હજુ પણ વધુ ઇન્તજાર કરવો પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS