ગોવાના દરિયા કિનારેના વિસ્તારમાં જોવા મળી વાવાઝોડાની અસર, ગુજરાત-મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર

  • May 16, 2021 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાતી વાવાઝોડા તૌકતેને લઈ અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચક્રવાતી વાવાઝોડુ ગુજરાતના વેરાવળ, પોરબંદર વચ્ચે માંગરોળના દરિયા કિનારે ટકરાશે. 

 

મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના દરિયા કિનારે ત્રણ દિવસ સુધી વાવાઝોડાની અસર જોવા મળશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર  આ વાવાઝોડા દરમિયાન 150થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 

 

હાલની વાત કરીએ તો વાવાઝોડુ ગોવાના કિનારાના વિસ્તારોમાં ટકરાયું છે અને તેના કારણે ભારે નુકસાન થયું છે. ભારે પવન સાથે અહીં મૂશળધાર વરસાદ પણ થયો છે. જેના કારણે રસ્તા પર ઠેરઠેર ઝાડ પડી ગયા છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021