મને મારા પતિથી બચાવો, વર્ક ફ્રોમ હોમ નહીં આ ચોવીસ કલાકની ઉપાધિને ઓફિસ પર જ કામ માટે બોલાવો

  • September 14, 2021 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ક ફ્રોમ હોમ સારી વ્યવસ્થા છે અને કોરોનાવાયરસ દરમિયાન મોટાભાગની કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી હતી પરંતુ આ સિસ્ટમ કેટલીક પત્નીઓ માટે ૨૪ કલાકની જાણે કરમ પીડા બની ગઈ હોય તેવા બનાવો પણ બન્યા છે.

 

દેશના જાણીતા ઉદ્યોગપતિ બિઝનેસમેન હર્ષ ગોએનકાના કર્મચારી ઘણા લાંબા સમયથી પોતાના ઘરેથી જ કામ કરી રહ્યા હતા પરંતુ તેની પત્નીએ બિઝનેસમેન ને પત્ર પાઠવીને પતિની ઘરમાં ૨૪ કલાક હાજરીથી ઉભી થયેલી સમસ્યાઓ વિશે ફરિયાદ કરી છે અને જેમ બને તેમ જલ્દી વર્ક ફ્રોમ હોમની સિસ્ટમ સમાપ્ત કરીને પતિને ઓફિસ પર જ બોલાવવાની કાકલૂદી કરી છે.

 

કર્મચારીની પત્નીએ ફરિયાદમાં એમ કહ્યું છે કે જેમ બને તેમ જલ્દી તેને ઓફિસ પર બોલાવી લ્યો નહીંતર લગ્નજીવનમાં ભંગાણ પડી શકે છે. ઘરે પડ્યો પડ્યો પતિ દિવસમાં દસ વખત કોફી પીએ છે અને ઘરમાં અલગ અલગ રૂમમાં બેસીને ઞેર વ્યવસ્થા ઊભી કરે છે અને સતત કંઈકને કંઈક ખાવાનું માગ્યા કરે છે.

 

પત્નીએ કહ્યું છે કે મારે બે સંતાનો છે અને તેની દેખભાળ મારે રાખવી પડે છે પરંતુ આ ચોવીસ કલાકની ઉપાધિને હવે તમે ઓફિસમાં સાચવો તો વધારે સારું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS