29 દિવસમા રોજ સરેરાશ 86 લોકો કોરોનાના ખપ્પર હોમાયા

  • April 30, 2021 08:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એપ્રિલ માસમાં 2501 લોકોના મૃત્યુ: શરૂઆતનો સિંગલ ડિજિટનો આંકડો આખરે ત્રીપલ ડિજિટે

 કોરોનાની મહામારી રાજ્યમાં રુદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે એપ્રિલ મહિનાના 29 દિવસ પણ 2501 લોકો કોરોનાના ખપ્પરમાં હોમાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 7010ની લોકો કોરોના ના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે 29 દિવસમા રાજ્ય સરેરાશ

 


 86થી વધુ લોકોને કોરોના ભરખી રહ્યો છે. આમ ગુજરાત માટે એપ્રિલ મહિનો કાળમુખો પુરવાર થયો છે.  રાજ્યમાં કોરોના ના કારણે થઇ રહેલા મૃત્યુઆંકમાં પણ મોટા પાયે ગડબડી થતી હોવાનો આક્ષેપ વારંવાર કરવામાં આવે છે. મૃત્યુઆંક નું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો નવો આંકડો ખૂબ જ ચોકાવનારો આવી શકે છે તેનું મુખ્ય કારણ અપૂરતી સારવાર તબીબી સુવિધા નો અભાવ દવાઓની અછત અને ઓક્સિજન ની કિલલત જવાબદાર ગણી શકાય તેમ છે રાજ્ય સરકાર પાસે પુરતા સાધનો અને તબીબી સ્ટાફના અભાવને કારણે આ મૃત્યુ દર ખૂબ ઊંચો હોવાનું બહાર આવી રહ્યું છે.

 


રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા મૃત્યુનો આંક7010 છે. જેમાં છેલ્લા 29 દિવસ દરમ્યાન થયેલા મૃત્યુની સંખ્યા 2501 છે મહિનાની શરૂઆત એ સિંગલ ડિજિટ માં રહેલો આંકડો મહિનાની આખરમાં ત્રીપલ ડિજીટ એ પહોંચ્યો છે. ગુજરાતના નાગરિકો માટે એપ્રિલ મહિનો ખૂબ જ ખતરનાક સાબિત થયો છે દૈનિક મૃત્યુઆંક માં સતત વધારો જોવા મળી રહ્યો છે જે કોરોના ની ભયાનકતા દશર્વિી રહ્યો છે.

 


મહિનાની શરૂઆત એ રહેલો રિકવરી ડીલેટ 97 ટકા હતો જે ઘટીને 74 ટકા નીચે જતો રહ્યો છે અને એક્ટિવ કેસોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. રિકવરી રેટ મા ધટાડો અને મૃત્યુઆંકમાં વધારાના પરિણામે ભયનો માહોલ છવાયેલો છે. તેની સામે તાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે જે લોકો માટે આશાનું કિરણ છે.

 


- 29 દિવસમાં 2501 મૃત્યુ.
- રાજ્યમાં અત્યાર સુધીમાં 7010 મોત.
- સરેરાશ દૈનિક 86થી વધુ લોકોનો લેવાતો ભોગ.

 

 


તારીખ.મૃત્યુઆંક.
1-9.
2-11.
3-13.
4-14.
5-15.
6-17.
7-22.
8-35.
9-42.
10-49.
11-54.
12-55.
13-67.
14-73.
15-81.
16-94
17-97.
18-110.
19-117.
20-121.
21-125.
22-137.
23-152.
24-152.
25-157.
26-158.
27-170.
28-174.
29-180.
કુલ =2501.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS