મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાના ઉદ્યોગકારોને વધુ પ્રોત્સાહન આપવા રાજ્યના 8 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.
રાજકોટની ભાગોળે આવેલા નાગલપરમાં ગુજરાતનો સર્વપ્રથમ મેડિકલ પાર્ક બનાવવામાં આવશે અને ત્યાં દવાનું ઉત્પાદન કરવામાં આવશે. આ માટે 136 હેકટર જમીન ફાળવવામાં આવી છે અને 450 ફામર્સિી યુનિટ તથા મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટનું પ્રોડકશન કરનાર એકમો સ્થાપી શકાશે.
ખીરસરામાં 90 હેકટર જમીનમાં જીઆઈડીસી અસ્તિત્વ ધરાવે છે. વધારાની 22 હેકટર જમીન ફાળવવામાં આવી છે અને ફેઝ-2નું કામ ત્યાં હાથ ધરવામાં આવશે. લોધીકાના પીપરડી ગામે 24 હેકટર જમીન પણ આ માટે ફાળવવામાં આવી છે અને ત્યાં નવી ઔદ્યોગિક વસાહત બનાવવામાં આવશે. નવી આ પ્રકારની જીઆઈડીસીમાં રસ્તા, ગટર, લાઈટ, પાણી સહિતની પાયાની માળખાગત સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. સાથોસાથ ઔદ્યોગિક વસાહતમાં કામ કરતાં મજૂરોના પરિવારોને પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમના આરોગ્ય વિષયક બાબતે પણ સગવડતા જીઆઈડીસીના સ્થળની બાજુમાં જ ઉભી કરવામાં આવશે અને મોડેલ વસાહત બનાવવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને 500 થી 2000 ચોરસ મીટરના ર570 પ્લોટ અને મોટા ઉદ્યોગોને 10 હજારથી 50 હજાર ચોરસ મીટરના 337 પ્લોટ ઉપલબ્ધ થશે. આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા - બનાસકાંઠાનો માર્બલ કટીંગ / પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ - જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીના સિરામિક ઉદ્યોગ, કડજોદરા ગાંધીનગરનો ફૂડ - એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો ઍસિલરી ઉદ્યોગ, નાગલપર રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ તથા આણંદ અને મહીસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લગભગ રૂ. 1223 કરોડનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને અંદાજે 20 હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પૂરી પાડશે. વધુમાં આ 8 વસાહતોમાં મોરબી ખાતે આશરે 500 હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક મોડલ એસ્ટેટ બનશે. સાથેસાથે દહેજ, સાયખા, અંક્લેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી મોડલ એસ્ટેટ બનાવવાનું આયોજન છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે એમ.એસ.એમ.ઇ.ને વધુ વેગ આપવાના હેતથી રાજ્યની હયાત 9 ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટીસ્ટોરી શેટ્સ - બહુમાળી શેડ બનાવવામાં આવશે. રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં 360 નવા બહુમાળી શેડ નિમર્ણિ પામશે. લગભગ 100 કરોડ રૂપિયાનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને અંદાજે બે હજાર નવી રોજગારી ઉપલબ્ધ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationબોટાદ પંથકના હિરા દલાલ 1ર કરોડનું ચુકવણું કર્યા વગર ગાયબ
March 04, 2021 02:51 PMડુંગળી કાપતા સમયે શું તમારી આંખોમાંથી પણ આંસુ આવે છે? તો અપનાવો આ ટીપ્સ
March 04, 2021 02:44 PMનૈપ ગામે ચૂંટણી પ્રચારની દાઝ રાખી બે ભાઇઓ પર સશસ્ત્ર હુમલો
March 04, 2021 02:35 PMભાવ. સહકારી હાટના પુર્વ ઓફીસરે સંસ્થા સાથે કરી ર.પ6 લાખની છેતરપીંડી
March 04, 2021 02:32 PMશહેરમાં કોરોના કેસનો આંકડો ફરી ડબલ ફીગર પર પહોંચ્યો
March 04, 2021 02:26 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech