વધુ એક વેક્સીન માટે તૈયારી : સૌથી પહેલા ભારતમાં લોન્ચ થશે નોવાવેક્સ રસી!

  • June 15, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાઈઝર અને મોડનર્નિી બરાબરીમાં છે નોવાવેક્સની એફેકસી: સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચે 20 કરોડ ડોઝ આવી શકે છે

 કોરોના વાયરસની સામે લડવા માટે રસી મહત્વનું હથિયાર મનાય છે, બીજી લહેરની આફતમાં જેમણે રસીના બે ડોઝ લીધા હતા તેમને કોરોનાનો ચેપ લાગ્યો પરંતુ તેમના માટે તે વધારે ઘાતક સાબિત નહોતો થયો. આવામાં ભારતમાં રસીની અછત વચ્ચે વધુ એક રસી આવી રહી છે. ટ્રાયલમાં 90.4%ની એફેકસી છતાં અમેરિકામાં નોવાવેક્સને હાલ મંજૂરી મળવી મુશ્કેલ છે. અહીં સ્થાનિક નિયમો સ્થાનિક જરુરિયાતને પૂરી કયર્િ બાદ અન્ય કોઈ ડોઝને ઈમસ્જન્સી ઉપયોગની મંજૂરીથી રોકે છે. એવામાં આ વેક્સીન ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે. પહેલાથી જ કોરોના વેક્સીનનું ઉત્પાદન કરી રહેલા સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા નોવાવેક્સનું મેન્યુફેક્ટરિંગ પાર્ટનર હશે.

 


નોવાવેક્સની અમેરિકા અને મેક્સિકોમાં લગભગ 30,000 લોકો પર ટ્રાયલ કરાઈ છે. પરિણામ ફાઈઝર અને મોડનર્નિી વેક્સીન જેવું જ મળી આવ્યું છે. જોનસન એન્ડ જોનસન કરતા નોવાવેક્સ વધારે સારી રસી ગણાવાઈ રહી છે. જોકે, તેને અમેરિકામાં રેગ્યુલેટરી અપ્રુવલ મળવામાં મોડું થશે. ત્યાં વેક્સીન ઈમર્જન્સી મંજૂરી માટે રાહ જોઈ રહી છે. અમેરિકાના કાયદા પ્રમાણે એકવાર સ્થાનિક જરૂરિયાત માટે પયર્પ્તિ ડોઝ ઉપલબ્ધ થઈ જાય તો અન્ય રસીને ઈમર્જન્સી મંજૂરી આપવાની જરુર નથી.

 


સબ-પ્રોટીન પર આધારિત બે ડોઝવાળી વેક્સીન બનાવવા માટે અમેરિકાની સરકારે 1.6 બિલિયન ડોલરની સહાયતા કરી હતી. ટ્રાયલ્સમાં કેટલીક તકલીફો અને મેન્યુફેક્ચરિંગમાં મોડું થવાથી થયું એવું કે કંપ્ની ફાઈઝર અને મોડનર્િ કરતા પાછળ રહી ગઈ.

 


ન્યુયોર્ક ટાઈમ્સમાં છપાયેલા રિપોટ્ર્સ મુજબ નોવાવેક્સના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટેનલે અર્કે જણાવ્યું છે કે વેક્સીનને પહેલા વિદેશમાં મંજૂરી મળવાની સંભાવના છે. કંપ્નીએ યુનાઈટેડ કિંગડમ, યુરોપિયન યુનિયન, કોરિયા અને ભારતમાં અપ્લાય કર્યું છે. ભારત સરકારનું અનુમાન છે કે સપ્ટેમ્બર-ડિસેમ્બર વચ્ચે નોવાવેક્સના 20 કરોડ ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે.

 


નોવાવેક્સ વેક્સીનનું ભારતમાં નામ ’કોવાવેક્સ’ હશે. હાલ એસઆઈઆઈ આ વેક્સીનની 18 વર્ષથી ઉપરના લોકો પર ટ્રાયલ કરી રહી છે. એસઆઈઆઈ બાળકો પર પણ ટ્રાયલ કરવા માગે છે. જે રીતે સંભાવનાઓ બની રહી છે, એવામાં નોવાવેક્સની રસી સૌથી પહેલા ભારતમાં ઈમર્જન્સી અપ્રુવલ મળી શકે છે.

 


એક અધિકારીનું કહેવું છે કે, રેગ્યુલેટરી પ્રક્રિયામાં કોઈ અડચણ ના આવે તો કોવાવેક્સનો શરુઆતનો જથ્થો ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં મળી શકે છે. અમેરિકાની 50% કરતા વધારે વસ્તીને ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચુક્યો છે. એવામાં ત્યાં કોરોનાની રસીની માંગ ઘટી છે. 90+ એફેક્સીવાળી નોવાવેક્સ માટે એ વિકાસશીલ દેશોમાં નવું બજાર બન્યુ છે જ્યાં ઝડપથી પ્રજા રસી લેવા માગે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS