દેશની ચોથી વેકિસન ગુજરાતમાં બનશે

  • May 08, 2021 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝાયડસ કેડીલા કંપની પોતાની રસીના ઇમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી માગશે

 


દેશને કોરોનાવાયરસ વિદ્ધ લડાઇ કરવામાં તો હથિયાર પણ મળવાની સંભાવના છે અને અમદાવાદ ખાતેની દવાની કંપની ઝાયડસ કેડિલા એ ચાલુ માસમાં ભારતમાં પોતાની રસી ઝાયકોવ ડી ના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગશે તેમ બહાર આવ્યું છે.

 


અમદાવાદની આ કંપનીને એવો વિશ્વાસ છે કે ચાલુ માસમાં જ અમારી રસી ને મંજૂરી મળી જશે અને એમ પણ બહાર આવ્યું છે કે આ કંપની દર મહિને એક કરોડ જેટલા ડોઝ બનાવશે અને ભારત ને તેનાથી મોટી સહાયતા મળશે. જો ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે તો દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન મા આ ચોથી રસી ઉમેરાઈ જશે અને વધારે ઝડપથી રસીકરણ અભિયાન આગળ ચાલશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

 

 

અમદાવાદની આ કંપનીના સંચાલક શેરવીન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા એમ કહ્યું હતું કે અમારી રસી પણ ખૂબ જ અસરકારક સાબિત થશે અને તેમણે કૃષિ અંગેની કેટલીક મહત્વની જાણકારીઓ પણ આપી છે અને તેમણે એમ પણ કહ્યું છે કે ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી હવે ટૂંક સમયમાં જ મળી જાય તેવી આશા છે. આમ કોરોનાવાયરસ મહામારી સામે લડવા માટે દેશમાં ચોથું હથિયાર ગુજરાતમાંથી મળી રહેશે તેવી પૂરેપૂરી સંભાવના છે અને સમગ્ર દેશ માટે આ ચોથી રસી ભારે ઉપયોગી સાબીત થશે અને રસી કરણ અભિયાનમાં ઝડપ આવી જશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS