માંડવીમાં આડા સબંકની શંકામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી

  • November 24, 2020 10:04 AM 631 views

માંડવીના ગોકુલાવસમાં રહેતા યુવકના પરિણિતા સાથે આડા સબધં હોવાથી તેના જ મિત્રએ નગરપાલિકાના પાણીના ટાંકા પાસે છરીના ઘા મારી હત્યા નીપજાવી હતી. બનાવ સ્થળે પોલીસ કાફલો ધસી જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેમજ આરોપી ખુદ લોહી નીંગળતી છરી સાથે પોલીસ સ્ટેશને રજુ થઇ ગયો હોવાથી તેની અટક કરી આગળની તજવીજ હાથ ધરીહતી.


સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, વીનોદ પુનશીભાઇ થારૂ (મહેશ્ર્વરી) (ઉ.વ. ૨૨) રહે. ગોકુલવાસ, માંડવી વાળાની હત્યા તેના જ મિત્ર પરબત કરમશી દનીચાએ ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. માંડવીમાં નગરપાણીના પાણીના ટાંકા પાસે રાત્રે બનેલા આ બનાવથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતક અને આરોપી બંને સાથે કડીયા કામ કરતા હતા તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.


મૃતકના આરોપીની ભાભી સાથે આડા સબધં હોવાથી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે હત્યારા આરોપીને દબોચી લીધો હોવાનું જાણવા મળ્યું છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગુનો નોંધવાની તજવીજ માંડવી પોલીસે હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application