11.8 કરોડ વિદ્યાર્થીઓ માટે સરકારે કરી 1200 કરોડ રૂપિયા ની ફાળવણી, આ રીતે મળશે આર્થિક મદદ

  • May 30, 2021 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિડ ડે મીલ સ્કીમ  હેઠળ બાળકોને ડાયરકેટ બેનિફિટ ટ્રાંસફરના માધ્યમથી ધનરાશિ મોકલી મોકલવામાં આવશે. કેંદ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'  એ મિડ ડે મીલ સ્કીમના તમામ પાત્ર બાળકો માટે ભોજન પકડવાના ખર્ચની બરાબર રકમ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

 

આ પ્રકારે ડીબીટીના માધ્યમથી 11.8 કરોડ વિદ્યાર્થીઓને કેસ રકમ મળશે. તેનાથી મિડ ડે મીલ સ્કીમને ગતિ મળશે. આ ભારત સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના  હેઠળ લગભગ 80 કરોડ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ દર મહિને 5 કિલોગ્રામના દરે મફત અનાજ વિતરણની જાહેરાતથી અલગ છે.

 

કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'એ ટ્વીટ કર્યું, 'એમડીએમ સ્કીમ હેઠળ કેંદ્ર સરકાર લગભગ 11.8 કરોડ વિદ્યાર્થીઓને ડીબીટી દ્વારા આર્થિક મદદ મળશે. તેના માટે ફંડમાં વધુ 1200 કરોડ રૂપિયા આપવામાં આવશે.

 

આ નિર્ણયથી બાળકોના પોષણ સ્તરને સુરક્ષિત રાખવામાં મદદ કરશે અને આ પડકારજનક મહામારીના સમયમાં તેમની ઇન્યુનિટીને બનાવી રાખવામાં મદદ કરશે. કેંદ્ર સરકાર તેના માટે રાજ્ય સરકારો અને કેંદ્ર શાસિત પ્રદેશોના વહિવટીતંત્રને લગભગ 1200 કરોડ રૂપિયાની વધારાની રકમ આપશે.

 

કેંદ્ર સરકારના આ એકવાર વિશેષ કલ્યાણાકારી ઉપાયથીથી દેશભરના 11.20 લાખ સરકારી અને સરકારી સહાયતાવાળી સ્કૂલોમાં પહેલાંથી આઠમા ધોરણમાં અભ્યાસ કરનાર લગભગ 11.8 કરોડ બાળકોને લાભ મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021