ચા અને પાન–ફાકીના દુકાનદારો ઉપર પોલીસની ધોંસ

  • April 29, 2021 05:03 AM 

વર્તમાન કોરોના વાયરસનું વધતું જતું સંક્રમણ ગંભીર હોય જેને ધ્યાને લઈ સરકાર દ્રારા આંશિક લોકડાઉન જાહેર કર્યું છે અને પોલીસ કમિશનરે પણ આજથી આંશિક લોકડાઉનનો અમલ કરવા રાજકોટ શહેરની જનતા અને વેપારીઓને અપીલ કરી છે છતાં પોલીસના જાહેરનામાને નહીં ગણકારી દુકાનદારોએ પોતાની દુકાન સવારે ખોલી હતી. આવા દુકાનદારોમાં મોટાભાગે ચાની દુકાન અને પાનના ગલ્લાવાળાઓ હતા જેના ઉપર પોલીસે ધોંસ બોલાવી દીધી હતી. ભકિતનગર પોલીસ મથકના પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે સપાટો બોલાવી એક જ દિવસમાં ૨૮ વેપારીઓની ધરપકડ કરી છે.

 


પોલીસ કમિશનરના જાહેરનામામાં ઔધોગિક– એકમો, કારખાના, ઓફિસ તેમજ ખાણીપીણીની દુકાનો જેમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બધં રાખવા સૂચના આપી હોવા છતાં આજે આંશિક લોકડાઉનના પ્રથમ દિવસે જ શહેરના અલગ–અલગ વિસ્તારોમાં દુકાનદારોએ પોલીસ કમિશનરના આ જાહેરનામાને ધ્યાને લીધા વગર દુકાનો ખોલી હતી. ભકિતનગર પોલીસ મથકના પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે. કામળિયા અને તેમની ટીમે પેટ્રોલિંગ કરીને ગુંદાવાડી તેમજ ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચા અને પાનના થડે ટોળે વળેલા લોકો અને દુકાન ખુલી રાખનાર વેપારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી હતી અને આવા ૨૮ દુકાનદારોને ઝડપી લીધા હતા.

 

 

જેમાં ગીતાનગર મેઈન રોડ પરથી સુનિલ રમણિકલાલ માટલિયા, સાગર શૈલેષ માટલિયા, ગોકુલધામમાંથી  મેહત્પલ રમેશ ડોબરિયા, જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા ક્રિષ્ના જીજ્ઞેશ લીંબાણિયા ઉપરાંત અતુલ વિઠ્ઠલ મોરીધરા, કૌશિક ધનજી કોટક, વિપુલ ભગવાનજી ઘેલાણી, જીવાભાઈ સવદાસભાઈ તરખાલા, ભરત હરિ સેજપાલ, વિજય વેલજી માલી, વિજય અરૂણ નથવાણી, વી.આર. સુલેમાન જાફરાણી, કેતન જયેશ રૂપડા, આનદં અમૃતલાલ વસાણી, ગૌતમ ધર્મેન્દ્ર ચાવડા, જીજ્ઞેશ શરદ બદાણી, રિયાઝ હનીફ સૌરા, ઘનશ્યામ કચરાભાઈ ધ્રાંગીયા, બિજલ ભીખા પરમાર, મજૂલખાન બનેખાન પઠાણ, પિયુષ લાભુભાઈ જાદવ, વિપુલ શામજી આસોદરિયા, મેઘજી કાંતિ રૈયાણી, અરબાઝ હનીફ કુરેશી, અશોક રતિ રાઠોડ, અંકિત મનહર કુબાવત, ઈમ્તિયાઝ સીદીક જાબરી અને હાતીમ મનસુરઅલી વાઘેલાની ધરપકડ કરી હતી.

 

 

પાન–મસાલા અને ફાકી માટે બંધાણીઓના શહેરભરમાં ફાંફાં
'કયાંક મળી જશે'ની લાલચથી બાઈકમાં રઝળપાટ પણ નિરાશા: પાનની દુકાનો–ગલ્લાં તેમજ ચાની હોટેલો, કિટલી પણ બંધ

 

 


આજે રાય સરકાર દ્રારા તા.૫મી મે સુધી આંશિક લોકડાઉન જાહેર કર્યાના પગલે શહેરમાં પાન–ફાકીની દુકાનો તેમજ નાના–મોટા ગલ્લાઓ, કેબિનો પણ બંધમાં જોડાતા પાન–ફાકીના બંધાણીઓ આજે 'કયાંકથી મેળ ખાઈ જશે' તેવી લાલચથી શહેરભરમાં શેરી–ગલીઓમાં બાઈક ઉપર ઘૂમી રહેલા જોવા મળ્યા હતા. જો કે આવા સંજોગોમાં બંધાણીઓને ભાગ્યે જ પાન–ફાકી મેળવવામાં સફળતા મળી હતી.

 


વિગતો મુજબ ગુજરાત સરકારે કોરોના મહામારીના અતિ સંક્રમણને રોકવા માટે આજથી જ આંશિક લોકડાઉન અમલી બનાવ્યું હતું. જો કે જાહેરનામામાં માત્ર લારી–ગલ્લાનો ઉલ્લેખ હતો આથી સવારના ભાગે પાન–ફાકીની દુકાનો તેમજ લારી–ગલ્લા ખુલી ગયા હતા પરંતુ બાદમાં તત્રં દ્રારા સ્પષ્ટ્રતા કરીને ચા  અને પાન–ફાકીના ધંધાર્થીઓને બધં કરાવ્યું હતું. આથી શહેરભરમાં પાન–ફાકીની દુકાનો, ગલ્લાઓ બધં રહેવાના કારણે બંધાણીઓ ઉંઘતા ઝડપાયા હોય તેવી હાલત સર્જાઈ હતી અને તેમનું પાન–ફાકીનું વ્યસનને સંતોષવા શહેરમાં કયાંકથી મળી જશે તેવી આશામાં બાઈક મારફત શહેરમાં ચકકરો મારી રહ્યા હતા. કયાંક કયાંક ખૂણેખાચરે કોઈના ઘરમાંથી કે કોઈ દુકાનોમાં બધં બારણે પાન–ફાકીનો બંદોબસ્ત થઈ જતો હતો તેમ જાણવા મળ્યું હતું.

 


આ ઉપરાંત ચાની હોટેલો અને કિટલીઓ પણ બધં હતી. જો કે શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, સોનીબજાર, પરાબજાર, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં સડ બધં હોવાના કારણે વેપારીઓ અને ધંધાર્થીઓને ચાની જરૂરત પડી ન હોવાના કારણે શહેરીજનોમાં ચાની હોટેલો, કિટલી બધં હોવાની આંશિક અસર પડી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS