દેશમાં 37.50 કરોડ બાળકોની હેલ્થ બગડશે

  • February 26, 2021 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના ઇફેક્ટ દેશ માટે ઘાતક પુરવાર થશે, સાયન્સ અને પયર્વિરણ સેન્ટર નો ચિંતાજનક અહેવાલ

કોરોનાવાયરસ મહામારીએ ફરીવાર માથું ઊંચકી લીધું છે અને દેશના અનેક રાજ્યોમાં નવેસરથી ભારે ગતિ સાથે નવા કેસ બહાર આવી રહ્યા છે અને તેમાં પણ મહારાષ્ટ્ર કેરળ પંજાબની હાલત સૌથી વધુ ખરાબ થઈ રહી છે ત્યારે કોરોનાવાયરસ લાંબા ગાળા સુધી ભારત માટે ઘાતક રહેશે તેવો એક અહેવાલ બહાર આવ્યો છે.

 


સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ દ્વારા ચિંતાજનક હકીકતો પોતાના અહેવાલમાં રજૂ કરવામાં આવી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દેશમાં 37 કરોડ 50 લાખ જેટલા બાળકોના આરોગ્ય પર વિપરીત અસર પહોંચવાની છે અને તેમને અનેક સમસ્યાઓ રહેશે.


અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે બાળકોના ઉછેરમાં અવરોધો આવશે તેમનું વજન જેટલું જોઈએ તેટલું વધશે નહીં અને બાળ મુત્યુદર પણ ચિંતાજનક પર રહી શકે છે અને આ ઉપરાંત લાખો બાળકો નું શિક્ષણ પણ બગડી શકે છે કારણ કે તેમની સામે આરોગ્ય ના પડકારો ઊભા થવાના છે.


કોરોનાવાયરસ મહામારી દેશમાં ભયંકર રીતે ફેલાઇ ગઇ છે ત્યારે લાંબા ગાળા પર તેની અસર બાળકો પર ગંભીર રીતે રહેવાની છે તેઓ અહેવાલ કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્ય સરકારો અને વાલીગણ માટે ભારે ચિંતા ઉપજાવે તેવો છે.


આમ તો કેન્દ્ર સરકાર દ્વારા તેમજ મોટાભાગની રાજ્ય સરકાર દ્વારા બાળ પોષણ માટેના પગલા લેવામાં આવી રહ્યા છે અને મિડ ડે મિલ માં પણ ઘણો બધો ફેરફાર કરીને બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તેમાં સુધારા કરવામાં આવ્યા છે પરંતુ કોરોનાવાયરસ મહામારીએ દેશના કરોડો બાળકોના આરોગ્ય પર એક મોટો સવાલ ઊભો કરી દીધો છે.


અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે દુનિયાભરમાં કુલ 50 કરોડ જેટલા બાળકો ને સ્કૂલ છોડી દેવાની ફરજ પડી છે અને તેમાંથી મોટાભાગની સંખ્યા ભારતમાં પણ રહી છે તે ખરેખર ચિંતાની બાબત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS