આકાશમાંથી વરસતા અંગારા: કેશોદ, પોરબંદર, ભુજ, નલિયા, સુરેન્દ્રનગર અને કંડલામાં 40 ડિગ્રીને પાર કરતું તાપમાન

  • March 27, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જાણે વહેલી સવારથી આકાશમાંથી અંગારા વરસતા હોય તેટલી કાળઝાળ ગરમી થઈ જાય છે બપોરે તો જાણે કુદરતી કફર્યું હોય તેમ લોકોની અને વાહન વ્યવહારની અવર-જવર નહિવત થઇ જાય છે. છેલ્લા બે દિવસથી પોરબંદર ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ગરમી ભુકા કાઢે છે આગામી બે દિવસ સુધી આ ત્રણેય જિલ્લામાં સીવિયર હિટ વેવનું રેડ એલર્ટ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જૂનાગઢ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

 


હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ કેશોદ પોરબંદર ભુજ નલિયા સુરેન્દ્રનગર કંડલા માં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે તો ડીસા સુરત રાજકોટ અમરેલી મહુવા સહિતના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી લગોલગ પહોંચી ગયું છે.

 


રાત્રે 10:00 વાગ્યાથી કોરોનાનો કર્ફ્યુ ચાલુ થઈ જાય છે અને સવારે આઠ વાગ્યાથી આકરો તાપ શરૂ થઈ જતો હોવાથી લોકોને ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાની સાથોસાથ સવારે ભેજનું પ્રમાણ પણ વધુ રહેતું હોવાથી લોકો કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે હવામાનની જાણે પેટર્ન બદલાઇ ગઇ હોય તેમ સામાન્ય રીતે લોકો ઉનાળાની સિઝનમાં દરિયાકિનારે જતા હોય છે પરંતુ આ વખતે દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ રહ્યું છે આજે સવારે ઓખામાં 84 નલિયામાં 88 ટકા ભેજ સવારે નોંધાયો છે.

 

પૂર્વ અને પૂર્વોત્તરના રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે તો બીજી બાજુ પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ અને લદાખમાં આવતીકાલે અને સોમવારે વીજળીના ચમકારા અને મેઘગર્જના તે ભારે વરસાદની અને બરફ વરસાદની આગાહી છે. બીજી બાજુ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ઉદભવી છે અને તેના કારણે આગામી તારીખ 29 2 એપ્રિલ સુધી આસામ ત્રિપુરા અને મિઝોરમ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ 29 અને તારીખ 31 ના રોજ પૂર્વોત્તરના રાજ્યોમાં મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિભારે વરસાદ થાય તેમ જણાઈ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS